Connect Gujarat
ગુજરાત

જામનગર : ફટાકડાના સ્ટોલ ધારકોને ફાયર NOC લઈ લેવા તંત્રની તાકીદ

જામનગરમાં અનેક સ્થળો પર ખુલેલા ફટાકડાના સ્ટોલો પર ફાયર વિભાગ દ્વારા એનઓસી અંગે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું

જામનગર : ફટાકડાના સ્ટોલ ધારકોને ફાયર NOC લઈ લેવા તંત્રની તાકીદ
X

જામનગરમાં અનેક સ્થળો પર ખુલેલા ફટાકડાના સ્ટોલો પર ફાયર વિભાગ દ્વારા એનઓસી અંગે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અનેક સ્ટોલધારકો પાસે એનઓસી ના હોય તેને તંત્ર દ્વારા 24 કલાકની મહેતલ આપવામાં આવી હતી. તેમ છ્તા એનઓસી કે લાયસન્સ નહીં મેળવે તો એસ્ટેટ શાખા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.

જામનગર શહેરમાં ફાયર બ્રિગેડની એનઓસી વગર જેમ આરંભાયેલા ફટાકડાના સ્ટોટલોની સામે આવેલી વાસ્તવિક્તાના પગલે ફાયર શાખા દ્વારા આજે શહેરભરના અલગ અલગ વિસ્તારોમાં એનઓસી વગરના ફટાકડાના સ્ટોલધારકોને 24 કલાકની મુદત સાથે નોટિસ ફટકારવામાં આવી છે તેમ છ્તા સ્ટોલધારકો લાપરવાહી દાખવશે તો એસ્ટેટ શાખા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જામનગર શહેરમાં ફટાકડાના વિક્રેતાઓમાંથી માત્ર બે ડઝન જેટલા ફટાકડાના સ્ટોલધારકોએ ફાયર બ્રિગેડ પાસે એનઓસી મેળવ્યા છે. તેમ છ્તા શહેરમાં અંદાજે 250 થી વધુ અલગ અલગ વિસ્તારોમાં ફટાકડાના સ્ટોલો ખોલવામાં આવ્યા છે. આવા ફટાકડાના સ્ટોલધારકોએ ફાયર બ્રિગેડ માંથી કોઈ પ્રકારની મંજૂરી લેવામાં આવી નહિ હોવાની વાસ્તવિકતા પ્રકાશમાં આવતા ફાયરના સ્ટાફ દ્વારા ખોડિયાર કોલોની, પટેલ કોલોની, ડિકેવી, દરબારગઢ, સેંટરલ બેન્ક રોડ સહિતના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ચેકિંગ દરમિયાન 17 જેટલા સ્ટોલ ધારકોએ એનઓસી મેળવ્યું ના હોવાનું ધ્યાનમાં આવ્યું હતું જે અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

Next Story