-
આજકાલ જોવા મળી રહ્યો છે થાર ગાડીનો જબરો ક્રેશ
-
ભેસાણ નજીક શોરૂમમાં ટેસ્ટ ડ્રાઇવ માટે આવ્યા 2 શખ્સો
-
ટેસ્ટ ડ્રાઈવ લેવાના બહાને 2 શખ્સો THAR ઉઠાવી ગયા
-
સોના-ચાંદી-રોકડ સામે હવે કારની પણ થઈ રહી છે લૂંટ
-
CCTVના આધારે પોલીસે બન્ને શખ્સોની ધરપકડ કરી
અત્યાર સુધી આપણે સોના-ચાંદીના દાગીનાની લૂંટ તેમજ પૈસાની લૂંટ વિશે સાંભળ્યું હશે. પરંતુ હવે કારની લૂંટ થઈ છે. જીહા, આવી જ એક ઘટના જુનાગઢમાં બની છે. જેમાં પોલીસે થાર ગાડીની લૂંટ ચલાવનાર શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આજકાલ બજારમાં થાર ગાડીનો જબરો ક્રેશ જોવા મળી રહ્યો છે, ત્યારે જુનાગઢના ભેસાણ રોડ પર આવેલા કંપનીના શોરૂમમાં ટેસ્ટ ડ્રાઇવ માટે આવેલા 2 શખ્સો થાર ગાડીની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા, અને જે અંગેની જાણ કંપનીના સેલ્સમેન દ્વારા પોલીસને કરવામાં આવતા પોલીસે CCTVના આધારે આ બન્ને શખ્સોની ધરપકડ કરી છે. કંપની શો રૂમના સેલ્સ મેનેજર આનંદ ઠાકરે તાલુકા પોલીસ મથકમાં મહેશ ખોડભાયા અને બાવનજી નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.
મહેશ ખોડભાયા નામનો શખ્સ શોરૂમ ઉપર આવેલો અને થાર ગાડી નં. GJ-03-LR-3270ની ટેસ્ટ ડ્રાઈવ લેવા માટે નિકળ્યો હતો. સાથે શો-રૂમના સેલ્સમેન અર્ષીલ સોઢા ગાડીમાં ગયો હતો. રસ્તામાં મહેશ ખોડભાયાએ ગાડી રાજકોટ હાઇવે ઉપર ચડાવી વડાલ બ્રિજ પાસેથી તેના એક મિત્ર બાવનજીને બેસાડ્યો અને ગાડી ભેંસાણ રોડ ઉપર ચડાવી હતી. અહી આવેલી નોબલ કોલેજના ગેટ પાસે સિક્યુરીટી સ્ટાફ સાથે માથાકૂટ કરીને મેદાનમાં ચક્કર લગાવતા સિક્યુરીટીએ ઘેરી લીધો હતો, ત્યારે મહેશે છરી બતાવી સેલ્સમેન અર્ષીલને મારી નાખવાની ધમકી આપીને ગાડીમાંથી ઉતારી બન્ને શખ્સો જુનાગઢ તરફ ભાગ્યા હતા. જે અંગે અર્ષીલે તુરંત મેનેજર આનંદને ફોન કરીને જાણ કરતા તેઓએ દોલતપરા સુધી પીછો કર્યો હતો. પરંતુ બન્ને શખ્સો ભાગી ગયા હતા. આ અંગે પોલીસને જાણ કરી ફરિયાદ કરતા પોલીસે નેત્રમ CCTVની મદદથી મહેશ ખોડભાયા નામના શખ્સને ગાડી સાથે ઝડપી પાડ્યો હતો.