જુનાગઢ : મગફળી કૌભાંડ મામલે કૃષિમંત્રી રાઘવજી પટેલ થયા લાલઘૂમ, કહ્યું : કોઈપણ કૌભાંડીને બક્ષવામાં નહીં આવે..!

આગામી મહાનગરપાલિકા તેમજ નગરપાલિકાઓની ચૂંટણીને લઈને જુનાગઢ સર્કિટ હાઉસ ખાતે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને જુનાગઢ જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાય હતી.

New Update
  • આગામી સમયમાં મનપા-પાલિકાઓની યોજાશે ચૂંટણી

  • સર્કિટ હાઉસ ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી

  • રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ રહ્યા વિશેષ ઉપસ્થિત

  • માંગરોળ મગફળી કૌભાંડ મામલે કૃષિમંત્રીનું નિવેદન

  • કોઈપણ કૌભાંડીને બક્ષવામાં નહીં આવે : રાઘવજી પટેલ

આગામી મહાનગરપાલિકા તેમજ નગરપાલિકાઓની ચૂંટણીને લઈને જુનાગઢ સર્કિટ હાઉસ ખાતે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને જુનાગઢ જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાય હતી.

જુનાગઢ સર્કિટ હાઉસ ખાતે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને જુનાગઢ જિલ્લા સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે આગામી મહાનગરપાલિકા તેમજ નગરપાલિકાઓની ચૂંટણીને લઈને વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વધુમાં માંગરોળ મગફળી કૌભાંડ મામલે કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું. જેમાં કૌભાંડીઓને કોઈ પક્ષ સાથે લેવાદેવા હોતા નથી. આ મામલામાં જે કોઈપણ કૌભાંડી ભાજપના હોય કેકોંગ્રેસના તેઓને બક્ષવામાં નહીં આવે. તેમજ આવી કોઈપણ પ્રવૃત્તિ સાખી નહીં લેવાય અને તેમાં નિષ્પક્ષ તપાસ કરવા માટે જિલ્લા કલેક્ટર સહિત સંબંધિત અધિકારીઓને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.સમગ્રબેઠકદરમ્યાનસાંસદ રાજેશ ચુડાસમાધારાસભ્ય ભગવાનજી કરગઠિયાઅરવિંદ લાડાણીજિલ્લા કલેક્ટર સહિતનાઆગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અમરેલી : ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ પણ તંત્રની ઉદાસીનતા,શેત્રુજી નદી પરનો સાત દાયકા જૂનો બ્રિજ ખખડધજ બનતા સમારકામની ઉઠી માંગ

1955માં મુંબઈ રાજ્યમાં જ્યારે અમરેલી આવતું ત્યારે તે વખતના પ્રધાન ઇન્દુબેન શેઠ દ્વારા 8 ઓગસ્ટ 1955માં આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો..

New Update
  • શેત્રુજી નદી પરના બ્રિજની ખસ્તા હાલત

  • પીપાવાવ અને અંબાજી સ્ટેટ હાઇવે પરનો છે બ્રિજ

  • સાત દાયકા જૂનો  બ્રિજ બન્યો બિસ્માર

  • ચારેતરફ બ્રિજના દેખાય રહ્યા છે સળિયા

  • તાત્કાલિક જોખમી બ્રિજના સમારકામની ઉઠી માંગ 

અમરેલીમાં શેત્રુજી નદી પરનો બ્રિજ 7 સાત દાયકા જૂનો છે,જોકે તંત્ર દ્વારા સમયાંતરે બ્રિજની મરામત કરવામાં ન આવતા વર્તમાન સમયમાં બ્રિજ જોખમી બની ગયો છે,અને બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકો તાત્કાલિક બ્રિજના સમારકામની માંગ કરી રહ્યા છે.

વડોદરાના પાદરા પાસે ગંભીરા બ્રિજ ધારાશાહી થવાની ગમખ્વાર દુર્ઘટના બાદ અમરેલી જિલ્લામાં 75 વર્ષ પહેલા બનેલા સ્ટેટ હાઈવે પરનો શેત્રુજી નદી પરનો બ્રિજ ગમખ્વાર અકસ્માતની રાહ જોઈ રહ્યો હોવાની પ્રતીતિ સ્થાનિક લોકો કરી રહ્યા છે.વર્ષ 1955માં મુંબઈ રાજ્યમાં જ્યારે અમરેલી આવતું ત્યારે તે વખતના પ્રધાન ઇન્દુબેન શેઠ દ્વારા 8 ઓગસ્ટ 1955માં આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.આજે આ 70 વર્ષમાં વ્હાણા વીતવા આવ્યા ત્યારે આ બ્રિજની હાલત હાલક ડોલક જેવી થઈ ગઈ છે.70 વર્ષ પહેલા આ બ્રિજ નાના વાહનો અને બળદગાડા પસાર થાય તે માટે નિર્માણાધીન કરવામાં આવ્યો હતો,પરંતુ આજે આ પીપાવાવ અંબાજી સ્ટેટ હાઈવે ગણાઈ છે,અને આ પીપાવાવ અંબાજી સ્ટેટ હાઈવે એટલે અમરેલીથી સાવરકુંડલા જવાનો શેત્રુજી નદી પરનો મુખ્ય બ્રિજ કહેવાય છે.

ચારેતરફ બ્રિજના સળિયાઓ બહાર ડોકિયા કરે છે અને સળિયા બહાર આવી ગયા છે.જ્યારે બ્રિજની ઘણીખરી રેલીંગ પણ તૂટી ગઈ છે. બ્રિજ પરથી પીપાવાવ પોર્ટના મસમોટા કન્ટેનર ટ્રક પસાર થાય છે,ઓવરલોડ વાહનો પણ પસાર થઈ રહ્યા છે.મુખ્ય સ્ટેટ હાઇવે હોવાથી રોજના હજારો વાહનો આ બ્રિજ પર પસાર થતા હોય ત્યારે અતિ જર્જરિત બની ગયેલા બ્રિજ પર મોટા વાહનો દોડવાથી વાઇબ્રેટિંગ કરતો અને ઝૂલતો બ્રિજ હોવાનો અહેસાસ વાહનચાલકો કરી રહ્યા છે.ત્યારે વાહનચાલકો તાત્કાલિક આ બ્રિજના સમારકામ માટે માંગ કરી રહ્યા છે.