જૂનાગઢ : વિસાવદરમાં સિંહણને બેભાન કરવા ફાયર કરાયેલું ટ્રેન્ક્યુલાઈઝર ઈન્જેકશનથી ઘાયલ થયેલા વનકર્મીનું મોત

જૂનાગઢના વિસાવદર રેન્જના નાની મોણપરી ગામમાં એક સિંહણે માસુમ બાળકીનો શિકાર કર્યો હતો,ત્યાર બાદ વન વિભાગની રેસ્ક્યુ સહિતની ટીમ દ્વારા સિંહણને પાંજરે પૂર્વના પ્રયત્નો કર્યા હતા,

New Update
  • સિંહણને પકડવા જતા વનકર્મીએ ગુમાવ્યો જીવ

  • સિંહણને માસુમ બાળકી પર કર્યો હતો હુમલો

  • વન વિભાગ દ્વારા સિંહણને પાંજરે પુરવા માટે કર્યા પ્રયાસો

  • સિંહણને બેભાન કરવા ટ્રેન્ક્યુલાઈઝર ઈન્જેકશન ફાયર કરાયું

  • મિસ ફાયરથી ઇન્જેક્શન વનકર્મીને વાગતા નીપજ્યું મોત

જૂનાગઢના વિસાવદર રેન્જના નાની મોણપરી ગામમાં એક સિંહણે માસુમ બાળકીનો શિકાર કર્યો હતો,ત્યાર બાદ વન વિભાગની રેસ્ક્યુ સહિતની ટીમ દ્વારા સિંહણને પાંજરે પૂર્વના પ્રયત્નો કર્યા હતા,જોકે આ દરમિયાન સિંહણને બેભાન કરવા ફાયર કરાયેલું ટ્રેન્ક્યુલાઈઝર ઈન્જેકશનથી ઘાયલ થયેલા વનકર્મીનું મોત નીપજ્યું હતું. 

જૂનાગઢના ગીર પંથકમાં વન્યજીવ અને માનવ વચ્ચેના સંઘર્ષની એક એવી કરુણ ઘટના બની છેજેણે વન વિભાગને હચમચાવી દીધુ છે. વિસાવદર રેન્જના નાની મોણપરી ગામમાં એક સિંહણે માસૂમ બાળકી પર હુમલો કર્યો હતો.આ સિંહણ માનવભક્ષી ન બને અને ગ્રામજનોની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી વન વિભાગની ટીમ તાત્કાલિક હરકતમાં આવી હતી.અને ઘટનાના પગલે વનવિભાગની ટીમે સિંહણને પાંજરે પુરવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. વનવિભાગની ટ્રેન્ક્યુલાઈઝર ગન સાથેની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી.

તુવેરના એક ખેતરમાં વનવિભાગનો સ્ટાફ જ્યારે પાંજરૂ ગોઠવી રહ્યા હતા,ત્યારે જ ત્યાં સિંહણ ચડી આવતા ટ્રેન્ક્યુલાઈઝર ટીમ દ્વારા ફાયર કરાયું હતું. જો કેઈન્જેકશન સિંહણને લાગવાના બદલે ઘટનાસ્થળ પર હાજર વનવિભાગના ટ્રેકર અશરફ અલારખાને લાગતા સારવાર માટે જૂનાગઢ સિવિલમાં ખસેડાયા હતા. કદાવર પ્રાણીને બેભાન કરવા માટે વપરાતા ઝેરનું ઈન્જેકશન વનકર્મીને લાગતા સારવાર દરમિયાન ગણતરીના કલાકોમાં જ મોત નિપજ્યું હતું. જૂનાગઢ જિલ્લામાં બનેલી આ ઘટના કદાચ ઇતિહાસની પ્રથમ ઘટના છે કેજેમાં ટ્રેન્ક્યુલાઈઝર ગનના મિસ ફાયરથી કોઈ વનકર્મીનું મોત નિપજ્યું હોય.ઘટનાને પગલે મૃતક વનકર્મીના પરિવારજનો સહિત વન વિભાગમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

Latest Stories