જુનાગઢના કેશોદ ખાતે આહીર સમાજ દ્વારા યોજાયેલ લોક ડાયરામાં જાણીતા કલાકાર માયાભાઇ આહીર અને તેમના વૃંદ પર રૂ.1 કરોડથી વધુની ચલણી નોટનો વરસાદ કરવામાં આવ્યો હતો.
જૂનાગઢનાં કેશોદ ખાતે આહીર યુવા મંચ દ્વારા સમાજવાડી બનાવવા માટે ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો, કેશોદ આહીર યુવા મંચ દ્વારા સમાજના વિકાસ માટે કેશોદમાં બાયપાસ નજીક ચંદીગઢના પાટિયા પાસે 12 વીઘા જમીન ખરીદવામાં આવી છે. આ જગ્યાએ સામાજિક કે ધાર્મિક પ્રસંગ કરી શકાય અને ઉતારા વ્યવસ્થા ઊભી કરી શકાય એ માટે વાડીનું બાંધકામ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેમાં રાત્રે માયાભાઈ આહીર, બિરજુ બારોટ તેમજ ઉર્વશી રાદડિયાનો લોકડાયરો યોજાયો હતો. એમાં આહીર સમાજના અગ્રણીઓ, રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ ડાયરમાં લોકોએ મન મૂકીને રૂપિયા ઉડાડ્યા હતા. ડાયરામાં 500 અને 2 હજારની ચલણી નોટોનો વરસાદ થયો હતો. અંદાજ મુજબ, એક કરોડથી પણ વધુ રૂપિયા ઊડ્યા હતા, જુઓ ડાયરાના આ દ્રશ્યો