-
જૂનાગઢ ગિરનાર પરિક્રમાનો પ્રારંભ
-
એક દિવસ પહેલા શરૂ કરાઈ પરિક્રમા
-
યાત્રિકોના ધસારાને જોઈને તંત્રે લીધો નિર્ણય
-
મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
-
તંત્ર દ્વારા કરાઈ જરૂરી સુવિધાની વ્યવસ્થા
જૂનાગઢના ગિરનારની લીલી પરિક્રમાનો એક દિવસ પહેલા જ પ્રારંભ કરવામાં આવ્યો છે,યાત્રિકોના પ્રવાહને ધ્યાનમાં રાખીને પરિક્રમા માટેનો ગેટ ખોલવામાં આવ્યો હતો.
જૂનાગઢના ગિરનાર જંગલમાં યોજાતી લીલી પરિક્રમા યાત્રાળુઓના ઘસારાને ધ્યાને લઈ આ વર્ષે વહેલી શરૂ કરી દેવામાં આવી છે. ગિરનાર પરિક્રમામાં જવા માટે પહેલેથી જ હજારોની સંખ્યામાં યાત્રાળુ ગેટ પર ધામા નાખી બેઠા હતા.ત્યારે તંત્ર દ્વારા વિધિવત પરિક્રમા શરૂ થાય તેના એક દિવસ પહેલા જ પરિક્રમાનો ગેટ પરિક્રમા યાત્રાઓ માટે ખોલવામાં આવ્યો છે. વહેલી સવારથી પરિક્રમા રૂટ પરનો ગેટ ખોલતા હજારોની સંખ્યામાં પરિક્રમાર્થીઓએ પરિક્રમા શરૂ કરી છે.
પરિક્રમામાં આવતાયાત્રાળુમાટે ભોજન પ્રસાદની વ્યવસ્થાને લઈ અન્ન ક્ષેત્રો દ્વારા પહેલેથી જ તૈયારી કરી દેવામાં આવી હતી.તંત્ર દ્વારા યાત્રાળુઓને પાણી સાફ-સફાઈ આરોગ્ય મામલે કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.