જૂનાગઢ: ગીર અભ્યારણમાં સિંહ દર્શનની શરૂઆત થતા વિદેશી પ્રવાસીઓએ પણ મુલાકાત લીધી

ગીર અભ્યારણની મુલાકાતે દેશ વિદેશથી પ્રવાસીઓ આવે છે ,વરસાદની ચાર મહિનાની મોસમમાં બંધ રહેલા ગીર અભ્યારણમાં સિંહ દર્શનની શરૂઆત થતાં જ મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા.

New Update

ગીર અભ્યારણમાં સિંહ દર્શનની શરૂઆત

વરસાદની મોસમમાં ચાર મહિના બંધ હતું અભ્યારણ 

16 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે અભ્યારણ ખુલ્લુ મુકાયુ

વિદેશી પ્રવાસીઓએ પણ કર્યા એશિયાટિક સિંહના દર્શન 

સીઝનમાં 15 લાખ પ્રવાસીઓ મુલાકાત લે તેવી શક્યતા  

 
વરસાદની મોસમમાં ચાર મહિના સિંહ સંવનન કાળને કારણે ગીર સફારી બંધ રાખવામાં આવે છે,જે તારીખ 16 ઓકટોબર થી પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે.અને પ્રથમ દિવસે જ દેશ વિદેશના અનેક પ્રવાસીઓ આવી પહોંચ્યા હતા.પ્રવાસીઓ એશિયાટિક લાયન, દીપડા,હરણ,મોર અને વિવિધ પક્ષીઓ સાથે કુદરતી સૌંદર્ય માણી આનંદિત થઈ ગયા હતા. ગીર જંગલનું સૌંદર્ય એટલે પ્રકૃતિનું અલૌકિક રૂપ સિંહને આટલી નજીકથી જોવાએ માત્ર સ્વપ્ન હતું જે સાકાર થયું હોવાનું પ્રવાસી જાણવી રહ્યા છે.

એશિયાટિક સિંહના વિશ્વના એકમાત્ર નિવાસસ્થાન ગણાતા ગીર જંગલમાં દર વર્ષે લાખો પ્રવાસીઓ મુલાકાતે આવે છે અને સફારીની મોજ માણે છે.દર વર્ષે વધતી પ્રવાસીઓની સંખ્યાને ગીર સફારી માટે કેટલીક સુવિધામાં વધારો કર્યો છે. નાયબ વન સંરક્ષક મોહન રામે આ અંગે જણાવ્યું છે કે જીપ્સીમાં સંખ્યાના આધારે 4,6 એ 8 પ્રવાસીઓ માટેની કેટેગરી રાખી છે. ગ્રામ્ય લોકોના સહયોગથી આ શક્ય બન્યું છે.પ્રવાસીઓ કુદરતી નજારો, હરિયાળુ ગીર અને વાઈલ્ડ લાઇફને માણી શકશે.પ્રવાસીઓ માટે ખાસ પર્યાવરણની જાળવણી માટે 'Do and Don't Do ' ની ગાઇડલાઇન છે,જે ફોલો કરવાની રહેશે.ગીરની ઓફિસિયલ વેબસાઈટ પર જ પ્રવાસીઓ પરમીટ માટે બુકિંગ કરે તે જરુરી છે.ગીરની સાથે ગિરનાર સફારી પણ આજ થી શરુ થઇ છે ત્યારે આવતા બે મહિના સુધીનું પરમીટ બુકિંગ થઈ ચૂક્યું છે. એક અંદાજ મુજબ આ સીઝનમાં પંદર લાખ પ્રવાસીઓ આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Latest Stories