જૂનાગઢ: સક્કરબાગ ઝૂના પાર્કિંગ માંથી કારનો કાચ તોડીને રૂપિયા તેમજ દાગીનાની ચોરીથી ચકચાર

જૂનાગઢના સક્કરબાગ ઝૂની મુલાકત માટે મોરબીથી વજેસિંહ જાડેજા પરિવારજનો સાથે આવ્યા હતા,અને પોતાની કાર ઝૂના પાર્કિંગમાં પાર્ક કરી હતી,

New Update
Advertisment
  • જૂનાગઢમાં કારનો કાચ તોડી ચોરીને અપાયો અંજામ

  • રોકડ રકમ અને દાગીના સહિત 1 લાખથી વધુની થઇ ચોરી

  • મોરબી થી આવેલ પ્રવાસીની કારમાં થઇ ચોરી

  • પ્રવાસી દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરાઈ

  • પોલીસે તસ્કરોને ઝડપી પાડવા ચક્રો કર્યા ગતિમાન 

Advertisment

જૂનાગઢના સક્કરબાગ ઝૂના પાર્કિંગમાં પાર્ક કરેલ કારનો કાચ તોડીને તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો,અને કારમાંથી રોકડા રૂપિયા તેમજ સોનાના દાગીનાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.

જૂનાગઢના સક્કરબાગ ઝૂની મુલાકત માટે મોરબીથીવજેસિંહ જાડેજા પરિવારજનો સાથે આવ્યા હતા,અને પોતાની કાર ઝૂના પાર્કિંગમાં પાર્ક કરી હતી,જોકે તેઓ ઝૂમાં વન્ય પ્રાણીઓ જોવા માટે ગયા ત્યારે અજાણ્યા ચોરે તેમની કારણે નિશાન બનાવી હતી,અને કારનાં દરવાજાનો કાચ તોડીને કારમાંથી રોકડા રૂપિયા તેમજ સોનાના દાગીના મળી કુલ રૂપિયા 1 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરીને ચોર ફરાર થઇ ગયા હતા. વજેસિંહ જાડેજા ઝૂ માંથી બહાર આવતા તેઓને ચોરી અંગેની જાણ થઇ હતી,અને ઘટના અંગે પોલીસને જાણ કરી હતી,પોલીસે તેઓની ફરિયાદને આધારે તપાસ શરૂ કરી હતી. 

Latest Stories