જૂનાગઢમાં કમોસમી વરસાદથી નુકસાન
માંગરોળ માળિયામાં વરસાદથી ખેતીમાં નુકસાન
મગફળીના ઉભા પાકને નુકસાનથી ખેડૂતોમાં ચિંતા
40 વીઘા ખેતીના પાકને પહોંચ્યું નુકસાન
રાજ્ય સરકાર પાસે સહાયની માંગ કરતા ખેડૂતો
જૂનાગઢ જિલ્લામાં માંગરોળ માળિયામાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.40 વીઘામાં મગફળીનો પાક સંપૂર્ણપણે ફેલ થઇ જતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.જૂનાગઢના માંગરોળ તથા માળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તૈયાર પાકને નુકસાન થવા પામ્યું છે,પાછોતરા વરસાદના કારણે ખેડૂતોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થતાં મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે,રાજ્ય સરકારમાં રજૂઆત કરવા છતાં હજુ સુધી યોગ્ય સહાય છે ખેડૂતો સુધી પહોંચી ન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.40 વીઘામાં મગફળીનો પાક સંપૂર્ણપણે નષ્ટ થઇ જતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
આ ઘટના અંગે માંગરોળ માળિયાના ધારાસભ્ય ભગવાનજી કરગઠીયાએ જણાવ્યું હતું કે કૃષિ મંત્રી તેમજ મુખ્યમંત્રીને પત્ર લખી અમારા વિસ્તારના ખેડૂતોને યોગ્ય સહાય મળે તે માટે રજૂઆત કરી છે.ત્યારે ખેડૂતો પણ સરકારી મદદની રાહ જોઈ રહ્યા છે.