જૂનાગઢ : યુવતીના મોર્ફ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી બ્લેકમેલ કરનાર યુવકની ધરપકડ કરતી પોલીસ

જૂનાગઢ શહેરમાં પરિણીત મહિલાના ફોટો મોર્ફ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપવાની ચિંતાજનક ઘટના પ્રકાશમાં આવી હતી.

New Update
  • સોશિયલ મીડિયાની મિત્રતાનો કડવો અનુભવ

  • પરિણીત મહિલા બની બ્લેકમેલિંગનો ભોગ

  • યુવકે યુવતીના ફોટા મોર્ફ કરીને આપી ધમકી

  • ફોટા વાયરલ કરવાની ધમકી આપી માંગ્યા રૂપિયા

  • પોલીસે બોટાદથી બ્લેક્મેલર યુવકની કરી ધરપકડ   

જૂનાગઢ શહેરમાં પરિણીત મહિલાના ફોટો મોર્ફ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપવાની ચિંતાજનક ઘટના પ્રકાશમાં આવી હતી.આ મહિલાને બ્લેકમેલ કરીને રૂપિયા પડાવતા યુવકની પોલીસે ધરપકડ કરી હતી.

જુનાગઢ શહેરમાં સોશિયલ મીડિયા દ્વારા બ્લેકમેલિંગની એક ગંભીર ઘટના સામે આવી છેજેમાં એક યુવકે પરિણીત મહિલાને તેના ફોટા મોર્ફ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપીને બળજબરીથી પૈસા પડાવ્યા હતા. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ બી-ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને તેના વતન બોટાદથી ઝડપી પાડ્યો છે.

પરિણીત મહિલાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ આરોપી 20 વર્ષીય કૃણાલ પ્રવિણભાઈ વઢવાણી આઠેક મહિના પહેલા ફરિયાદી મહિલાના સંપર્કમાં સોશિયલ મીડિયા દ્વારા આવ્યો હતો. ત્યારબાદ આરોપી કૃણાલે ફરિયાદી સાથે ઇન્સ્ટાગ્રામવોટ્સએપ અને કોલ દ્વારા વાતચીત ચાલુ રાખી હતી.

ફરિયાદમાં વધુમાં જણાવાયું હતું કેસંપર્કમાં આવ્યા બાદ આરોપી વઢવાણીએ મહિલાના ફોટા મેળવી તેને ખરાબ રીતે એડિટ કર્યા હતા. આ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની અને મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપીને યુવકે અગાઉ એક વખત બળજબરી પૂર્વક રૂપિયા 1,500 ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ આરોપીએ ફરિયાદી પાસેથી વધુ રૂપિયા 5,000 નહીં આપવામાં આવે તો ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. આ સમગ્ર બ્લેકમેલિંગની જાણ ફરિયાદી મહિલાના પતિને થતાતેમને બી-ડિવિઝન પોલીસ સ્ટેશને આવીને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક બોટાદ ખાતેથી યુવકને ઝડપી પાડ્યો હતો.અને વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories