બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે શ્રાવણ માસ ભવ્ય મહોત્સવ અંતર્ગત કષ્ટભંજન દાદાના સિંહાસનને મોતીના વાધા સહિત ઘડિયાળનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ પવિત્ર શ્રાવણ માસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે.
શ્રાવણ માસ ભવ્ય મહોત્સવ નિમિત્તે કષ્ટભંજન હનુમાનજી દાદાના સિંહાસનને મોતીના વાધા સહિત ઘડિયાળનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો, જ્યાં વહેલી સવારે 05:30 કલાકે મંગળા આરતી તથા 7:00 કલાકે શણગાર આરતી કરવામાં આવી હતી. શ્રાવણ માસ દરમ્યાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હજારો ભક્તોએ કષ્ટભંજનદેવને કરવામાં આવેલ દિવ્ય શણગારના દર્શનનો પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.