/connect-gujarat/media/post_banners/e1d070550c78a44eff8c0dc450ff1b46a93d92ab1186e14167ff99848c1f4623.jpg)
ખેડા જિલ્લાના રતનપુર નજીક કન્ટેનર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ઉપર સવાર અમદાવાદના 4 યુવાનોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, ખેડા જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે નંબર 48 પર રતનપુર નજીક અમદાવાદ તરફ જતા માર્ગ પર વેસ્ટન હોટલ પાસે પાર્કિંગમાં રહેલા એક કન્ટેનર પાછળ અચાનક બાઇક ઘૂસી ગઈ હતી, ત્યારે ધડાકાભેર બાઇક કન્ટેનર સાથે ભટકાતાં સર્જાયેલ અકસ્માતમાં 4 યુવાનોનું ઘટના સ્થળે જ કાંકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ ખેડા ટાઉન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવી યુવાનોના વાલીવારસોને શોધવા તજવીજ હાથ ધરી હતી. જોકે, પોલીસ તપાસમાં ચારેય મૃતકો અમદાવાદના જીતેશ નોગિયા, હરીશ રાણા, નરેશ વણઝારા અને સુંદરમ યાદવ હોવાનું બહાર આવ્યું છે.
આ ચારેય યુવાનો અમદાવાદના અમરાઈવાડી અને સિટીએમ વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે જ ઓવર સ્પીડ હોવાના બાઇકનું સંતુલન ગુમાવતાં અકસ્માત થયો હોવાનું પોલીસ અનુમાન લગાવ્યું છે. પોલીસે ચારેય યુવાનોના મૃતદેહને માતર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.