Connect Gujarat
ગુજરાત

ખેડા : આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા વર્ચ્યુઅલી સુપોષણ સંવાદ મંગળ દિવસની ઉજવણી કરાય

ખેડા : આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા વર્ચ્યુઅલી સુપોષણ સંવાદ મંગળ દિવસની ઉજવણી કરાય
X

ખેડા જિલ્લામાં આઇ.સી.ડી.એસ., નડીઆદ ઘટક-૧ હસ્તકના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા વર્ચ્યુઅલી સુપોષણ સંવાદ મંગળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

હાલના કોરોના મહામારીના સમયગાળામાં સૌથી સંવેદનશીલ જુથના લાભાર્થી એ સગર્ભા માતા છે. આથી આઇ.સી.ડી.એસ.નડીઆદ ઘટક-૧ હસ્તકના કુલ-૧૨૩ આંગણવાડી કેન્દ્રોના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારાં જુલાઇ-૨૦૨૧ માસના પ્રથમ મંગળવારના રોજ સુપોષણ સંવાદની વર્ચ્યુઅલી (ઓનલાઇન/વિડીયો કોલીંગ) ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આંગણવાડી કાર્યકર દ્વારા લાભાર્થી સગર્ભા મહિલા સાથે વિડીયો કોલીંગ મારફતે કાઉન્સીલીંગ સંપરામર્શ કરવામાં આવેલ છે. જેમાં ખાસ કરીને કોવિ૯-૧૯ના સમયગાળા દરમ્યાન સગર્ભા માતાએ રાખવાની થતી આરોગ્યલક્ષી કાળજી, પોષણલક્ષી કાળજી, સગર્ભાવસ્થા દરમ્યાન જોખમી લક્ષણો, માતૃશકિત ટી.એચ.આર. નો ઉપયોગ બાબતે સમજ અને માર્ગદર્શન આપવામાં આવેલ છે. તેમ બાળ વિકાસ યોજના અધિકારી નડિયાદ દ્વારા જણાવાયું છે.

Next Story