Connect Gujarat
ગુજરાત

ખેડા : સુજલામ સુફલામ યોજના અન્વયે તળાવો ભરાવાથી જીલ્લામાં પાણીનું સ્તર ઉંચુ આવશે…

ખેડા : સુજલામ સુફલામ યોજના અન્વયે તળાવો ભરાવાથી જીલ્લામાં પાણીનું સ્તર ઉંચુ આવશે…
X

સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત ખેડા જિલ્લામાં બનનાર ૭૫ અમૃત સરોવર માટે ગાંધીનગરથી સિંચાઇ વિભાગના મુખ્ય ઇજનેર અને અધિક સચિવ, નડિયાદના મહિસિંચાઇ વર્તુળના અધિકારી તેમજ સિંચાઇ વિભાગના અન્ય ઇજનેરોએ ખેડા જિલ્લાના ઉતરસંડા, હેરંજ અને વડતાલના તળાવોની તાજેતરમાં મુલાકાત લઇ કામગીરીનું નીરક્ષણ કર્યું હતું.

ખેડા જીલ્લામાં ઉપસ્થિત અધિકારીઓએ તળાવો ઉંડા કરવા તેમજ અન્ય માર્ગદર્શન પુરૂ પાડયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આઝાદીકા અમૃત મહોત્સવ અન્વયે ખેડા જિલ્લાના દરેક તાલુકાઓમાં અમૃત સરોવર અન્વયે તળાવો ઉંડા કરવાની કામગીરી સત્વરે પુરી કરવામાં આવનાર છે. આ કામોની મંજૂરી પણ આપવામાં આવી છે. કામ લોક ભાગીદારીથી થઇ રહયા છે. આ કામગીરી તા. 31/૦૫/૨૦૨૨ સુધી ચાલનાર છે, તેમ સિંચાઇ વિભાગના ઇજનેરે જણાવ્યું હતું.

Next Story