Connect Gujarat
ગુજરાત

ખેડા : જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિની સમીક્ષા અંગે વિડીયો કોન્‍ફરન્‍સ યોજાય

ખેડા : જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિની સમીક્ષા અંગે વિડીયો કોન્‍ફરન્‍સ યોજાય
X

સાંસદ રતનસિંહ રાઠોડની અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ (દિશા)ની વિડીયો કોન્‍ફરન્‍સ યોજાઇ હતી. આ બેઠકમાં સાંસદ રતનસિંહ રાઠોડ દ્વારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્‍વચ્‍છ ભારત મિશન(ગ્રા.), મહાત્‍મા ગાંધી નરેગા યોજના, મિશન મંગલમ, જિલ્લા આરોગ્ય શાખા, શિક્ષણ શાખા, આઇ.સી.ડી.એસ, મધ્યાહન ભોજન યોજના, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, વ્હાલી દિકરી યોજના, માઇન્સ(ખાણ અને ખનીજ), જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, આઇ.ડબલ્યુ.એમ.પી(વોટરશેડ), આઇ.ટી.આઇ, ખેતીવાડી, એમ.જી.વી.સી.એલ, જિલ્લા સમાજ સુરક્ષા, ડી.આઇ.એલ.આર, માર્ગ અને મકાન (સ્ટેટ વિભાગ), સમાજ સુરક્ષા, પુરવઠા વિભાગ, જિલ્લા રોજગાર કચેરી, ઇ-ગ્રામ(પંચાયત), બાગાયત વિભાગ, ઇ-ગ્રામ (જિલ્લા પંચાયત), માર્ગ અને મકાન(પંચાયત) વિભાગ, નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) વિભાગ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, બી.એસ.એન.એલ, મહી-સિંચાઇ જેવા મહત્વના અને નાગરિકોને રોજબરોજની જરૂરીયાતના વિભાગોની સમીક્ષા કરી હતી.

સાંસદ રતનસિંહ રાઠોડએ દરેક વિભાગના અધિકારીઓ પાસેથી વર્ષ દરમ્યાન સરકાર દ્વારા ફાળવવામાં આવેલ લક્ષ્યાંક, લક્ષ્યાંક સામે થયેલ કામગીરી અને બાકી રહેલ કામગીરીની વિસ્તૃત માહીતી મેળવી બાકી કામો વહેલી તકે હકારાત્મક રીતે ઉકેલવા સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્‍લા સાંસદ રતનસિંહ રાઠોડએ તમામ ઉપસ્‍થિત અધિકારીઓને તેઓના હસ્‍તકના વિભાગને ફાળવેલ લક્ષ્‍યાંકની કામગીરી ગુણવત્તાસભર રીતે નિયત સમય મર્યાદામા પૂરી કરવા તથા ધારાસભ્યઓ તરફથી પુછવામાં આવેલા પ્રશ્નોના હકારાત્મક ઉકેલ લાવવા જણાવ્‍યું હતું.

આ વિડીયો કોન્‍ફરન્‍સમા જિલ્‍લાના વિવિધ તાલુકા કક્ષાના પદાધિકારીઓ તથા અધિકારીઓ પણ તાલુકા કક્ષાએથી વિડીયો કોન્‍ફરન્‍સના માધ્યમથી જોડાયા હતા. આ બેઠકમાં દરેક અધિકારીઓ દ્રારા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતુ તેમજ ખેડા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.ટી. ઝાલાએ આ બેઠકમાં સૌનું સ્વાગત કર્યુ હતુ. જ્યારે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ તાલુકાના પદાધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, મામલતદાર તથા ધારાસભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વિડીયો કોન્‍ફરન્‍સમા જિલ્‍લા પંચાયત પ્રમુખ નયના પટેલ, મહુધા મત વિસ્તારના ધારાસભ્ય ઇન્દ્રજીત પરમાર, જિલ્‍લા કલેકટર કે.એલ. બચાણી, જિલ્‍લા વિકાસ અધિકારી મેહુલ દવે, નિવાસી અધિક કલેકટર બી.એસ.પટેલ તેમજ જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

Next Story