Connect Gujarat
ગુજરાત

ખેડા : જાહેર સ્થળોએ બિન જરૂરી રીતે વધુ વ્યક્તિઓએ ભેગા નહિ થવા આદેશ

ખેડા જિલ્લા કલેકટર દ્વારા કોરોના અન્વયે કેટલા આદેશો બહાર પાડવામાં આવ્યા છે. પ્રજાજનોએ કોરોનાથી બચવા અંગેની સરકારની માર્ગદર્શિકાનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.

ખેડા : જાહેર સ્થળોએ બિન જરૂરી રીતે વધુ વ્યક્તિઓએ ભેગા નહિ થવા આદેશ
X

ખેડા જિલ્લા કલેકટર દ્વારા કોરોના અન્વયે કેટલા આદેશો બહાર પાડવામાં આવ્યા છે. પ્રજાજનોએ કોરોનાથી બચવા અંગેની સરકારની માર્ગદર્શિકાનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.

ગુજરાતમાં હાલ ઓમિક્રોનની દહેશત ફેલાઇ રહી છે અને દિવસે દિવસે કોરોનાના કેસોમાં વધારો થઇ રહયો છે તેના અનુસંધાને ખેડા જિલ્લાની તાજેતરની પરિસ્થિતિથી જિલ્લાના રહિશો માહિતગાર થાય તે માટે જિલ્લા કલેકટર કે.એલ.બચાણી અને જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે દ્વારા આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, જિલ્લામાં કોરોના/ઓમિક્રોનની પરિસ્થિતિ કાબુમાં છે તેમ ઉપરાંત અગમચેતીના તમામ પગલાઓ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવી ગયા છે. કોરોનાને કાબુમાં રાખવાની ગાઇડ લાઇન મુજબ માસ્ક, સેનીટાઇઝેશન અને સોશ્યલ ડિસ્ટન્સનું કડકપણ અમલી કરણ કરવામાં આવી રહયું છે. કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા ઓઇસોલેશન, ઓક્સિજન જેવી તમામ સુવિધાઓ યુકત ૧૯૯૬ જેટલી બેડ ઉપલબ્ધ છે. પિડિયાટ્રીશ્યન વોર્ડ, ઓમિક્રોન વોર્ડ, આરટીપીસીઆર ટેસ્ટની સગવડ, પુરતા પ્રમાણમાં ઓક્સિજન સ્ટોરેજ કેપેસીટી, ગ્રામ્ય લેવલ સુધી કોરોના સામેની જાગૃતિની કામગીરી, એનઆરઆઇ નાગરિકોનું સતત ઓબ્ઝવેશન, હાઇ રીસ્ક દેશોમાંથી આવેલા એનઆરઆઇના ટેસ્ટ, કવોરેન્ટાઇન જેવી તમામ પ્રકારની અગમચેતીઓ લેવામાં આવેલી છે

Next Story