Connect Gujarat
ગુજરાત

ખેડા : મહિલા અને બાળ વિકાસ મંત્રીની અધ્યક્ષતામા આયોજન મંડળીની બેઠક યોજાઈ...

જિલ્લા આયોજન મંડળના અધ્યક્ષ અને મહિલા બાળ વિકાસ મંત્રી મનીષા વકીલની અધ્યક્ષતામાં યોજાઈ હતી.

ખેડા : મહિલા અને બાળ વિકાસ મંત્રીની અધ્યક્ષતામા આયોજન મંડળીની બેઠક યોજાઈ...
X

ખેડા જિલ્લાના ન્યુનતમ જરૂરીઆતનાં ખૂટતા કડીરૂપ સામૂહિક વિકાસનાં પાયાની સુવિધાવાળા કામો હાથ ધરવાનાં મૂળભુત આશય સાથે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ આજ વર્ષ : ૨૦૨૨-૨૩ની જિલ્લા આયોજન મંડળની બેઠક જિલ્લા આયોજન મંડળના અધ્યક્ષ અને મહિલા બાળ વિકાસ મંત્રી મનીષા વકીલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં વિકેન્દ્રિત આયોજનની જુદી જુદી યોજનાઓ હેઠળ કામો મંજુર કરવામાં આવ્યા.

૧૫% વિવેકાધીન જોગવાઇ હેઠળ તાલુકાકક્ષા સામાન્ય યોજનામાં રૂા.૧૦૨૩.૧૫ લાખના ૧૦૭૨ કામો, તાલુકાકક્ષા અનુ.જાતિ યોજનાના રૂા.૭૮.૦૦ લાખનાં ૬૩ કામો, નગરપાલીકા વિવેકાધીન યોજનાનાં રૂા.૨૫૯.૫૨ લાખના ૪૭ કામો, ખાસ પછાત ભાલ વિસ્તાર યોજનાના રૂા.૯.૦૦ લાખનાં ૧૨ કામો, જિલ્લાકક્ષા યોજનાના રૂા.૧૫૦.૭૩ લાખનાં ૪૩ કામો અને પ% પ્રોત્સાહક જોગવાઇ હેઠળ રૂા.૩૫.૦૦ લાખના ૩૫ કામો એમ બધી જ યોજનાઓનાં મળીને કૂલ રૂા.૧૫૫૫.૪૦ લાખના ૧૨૭૨ કામો મંજુર કરવામાં આવ્યા.

જેમાં સદર વાઇઝ સી.સી.રસ્તાના રૂા.૧૮૦.૧૧ લાખનાં ૧૭૧ કામો, પેવર બ્લોકના રૂા.૧૮૫.૪૧ લાખના ૨૨૯ કામો, પાણી પુરવઠાના રૂા.૪૪૭.૪૦ લાખનાં ૪૮૩ કામો, ગટર વ્યવસ્થાના રૂા.૩૪૨.૦૪ લાખના ૧૯૦ કામો, વિજળીકરણના રૂા.૪૫.૫૦ લાખના ૪૬ કામો અને સ્થાનિક વિકાસના રૂા.૨૦૪.૨૧ લાખના ૧૧૦ કામો મંજુર કરવામાં આવ્યા. ખેડા જિલ્લાના SDG (Sustainable Development Goal) અને વિલેજ પ્રોફાઇલ ગેપ એનાલીસીસ હેઠળ રૂા. ૯૮.૦૦ લાખના ખર્ચે કૂલ ૧૪ નવી આંગણવાડીઓના બાંધકામ તથા રૂા. ૫૨.૭૩ લાખનાં ખર્ચે કૂલ ૨૯ કુમાર તથા કન્યા પ્રાથમિક શાળાઓમાં માળખાગત સુવિધાના કામો મંજુર કરવામાં આવ્યા છે.

Next Story