Connect Gujarat
ગુજરાત

અમદાવાદ સિવિલ મેડિસીટીની કીડની ઇન્સ્ટીટ્યુટને મળી ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટની મંજુરી

રાજ્યની સૌથી મોટી અમદાવાદ સિવિલ મેડિસીટીની કીડની ઇન્સ્ટીટ્યુટ ગર્ભાશય પ્રત્યારોપણ ની પરવાનગી મળી છે.

અમદાવાદ સિવિલ મેડિસીટીની કીડની ઇન્સ્ટીટ્યુટને મળી ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટની મંજુરી
X

રાજ્યની સૌથી મોટી અમદાવાદ સિવિલ મેડિસીટીની કીડની ઇન્સ્ટીટ્યુટ ગર્ભાશય પ્રત્યારોપણ ની પરવાનગી મળી છે. હવેથી કીડની ઇન્સ્ટીટ્યુટ ખાતે કિડની, લીવર, સ્વાદુપીંડ ઉપરાંત યુટેરસ એટલે કે ગર્ભાશયનું પણ પ્રત્યારોપણ શક્ય બનશે.સમગ્ર દેશમાં સરકારી–અર્ધસરકારી સંસ્થાઓમાં ગર્ભાશયનું પ્રત્યારોપણ ની સુવિધા ઉપલબ્ધ કરનાર કીડની ઇન્સ્ટીટ્યુટ પ્રથમ સંસ્થા બનશે.સ્ટેટ ઓથોરાઇઝેશન કમિટી દ્વારા ટ્રાન્સપ્લાન્ટેશન ઓફ હ્યુમન ઓર્ગન એક્ટ ઓફ ગવર્મેન્ટ ઓફ ગુજરાત 1994 અંતર્ગત કીડની ઇન્સ્ટીટ્યુટ ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ માટેની પરવાનગી આપવામાં આવી છે. આ અગાઉ દેશમાં ફક્ત પુનાની ખાનગી ઇન્સ્ટિટ્યૂટમાં ગર્ભાશયનું પ્રત્યારોપણ શક્ય બનતું હતું. જેમાં ગર્ભાશય પ્રત્યારોપણ 6 કેસ નોંધાયા છે. ગુજરાત સરકારની અંગદાન અને પ્રત્યારોપણ ક્ષેત્રે કાર્યરત SOTTO દ્વારા શ્રેષ્ઠત્તમ કામગીરી કરવામાં આવી રહી છે. સમગ્ર ગુજરાતમાં 22 જગ્યાએ પ્રત્યારોપણ કેન્દ્રો કાર્યરત છે. કેટલાક કારણોસર માતા બનવાનું સુખ પ્રાપ્ત ન કરી શકતી મહિલાઓ માટે ગર્ભાશયનું પ્રત્યારોપણ વરદાનરૂપ સાબિત થશે.કેટલાક કિસ્સામાં સ્ત્રીઓમાં જન્મ જાત ગર્ભાશયની રચના થઈ હોતી નથી. અથવા અમુક કારણોસર સમય જતા ગર્ભાશય ની તકલીફ ઉભી થવાના કારણે ગર્ભાશયને કાઢી નાખવામાં આવે છે. આવા કિસ્સામાં સ્ત્રી માતા બનવા નું સુખ પ્રાપ્ત કરી શકતા નથી. પરંતુ હવે ગર્ભાશયનું પ્રત્યારોપણ શક્ય બનતા આ પ્રકારની તકલીફ ધરાવતી સ્ત્રીઓ માટે આ પ્રત્યારોપણ આશીર્વાદરૂપ બની રહેશે.

Next Story