Connect Gujarat
ગુજરાત

કચ્છ : એડવેન્ચર કલબ બની પ્રવાસીઓમાં આર્કષણ, નિવૃત ડીવાયએસપી કરે છે સંચાલન

ભુજથી અંજાર તરફ જતાં રોડ પર આવેલી એડવેન્ચર કલબ પ્રવાસીઓમાં આર્કષણનું કેન્દ્ર બની છે

X

ચોમાસાની સીઝનમાં ચારે તરફ લીલોતરી જોવા મળે છે ત્યારે ભુજથી અંજાર તરફ જતાં રોડ પર આવેલી એડવેન્ચર કલબ પ્રવાસીઓમાં આર્કષણનું કેન્દ્ર બની છે.....

ચોમાસામાં પ્રકૃતિના ખોળે વસેલી જગ્યાઓ લોકોમાં ભારે આર્કષણ જમાવતી હોય છે. ધોધ, જંગલ, ઝરણા સહિતના સ્થળોએ લોકોની ભીડ જામતી હોય છે. કચ્છ જિલ્લાની વાત કરવામાં આવે તો કચ્છના પાટનગર ભુજથી અંજાર જવાના રોડ પર આવેલી એડવેન્ચર કલબ પ્રવાસીઓને આર્કષી રહી છે. નિવૃત ડીવાયએસપી દિલીપ અગ્રવાત આ એડવેન્ચર કબલનું સંચાલન કરી રહયાં છે. આવો જોઇએ કેવી છે કલબ....

20 એકર જેટલી જમીનમાં એડવેન્ચર કબલ પથરાયેલી છે. કલબના તળાવમાં બોટિંગ સહિતની સુવિધા ઉભી કરવામાં આવી છે. વડીલોના આરામ માટે વૃક્ષોના છાંયડામાં ખાટલા રાખવામાં આવ્યા છે જેની અનુભતી ખરેખર અનોખી છે. કલબના સંચાલક દિલીપ અગ્રવાતે પ્રવાસીઓની દરેક જરૂરીયાતનું ધ્યાન રાખ્યું છે. પ્રકૃતિના સાંનિધ્યમાં પ્રવાસીઓ પોતાના પરિવાર સાથે સમય પસાર કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

કલબની મુલાકાત લેતાં પ્રવાસીઓને કચ્છ જિલ્લામાં ઉગતી વનસ્પતિઓ વિશે જાણકારી આપવામાં આવે છે તેમજ જીપ મારફતે જંગલના ઉબડખાબડ રસ્તાઓ પર કેવી રીતે પસાર થવું તેની પણ તાલીમ આપવામાં આવે છે. કલબ ખાતે આવેલાં પ્રવાસીઓ પણ અહીંની સુવિધાઓથી અભિભુત થઇ રહયાં છે.

Next Story