કચ્છ : અમેરિકન દંપતીએ ભુજના મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે ઉછરી રહેલા બાળકને દત્તક લીધો
કચ્છ જિલ્લાના ભુજમાં મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે અમેરિકન દંપતીએ મૂળ ભારતીય આરવ નામના બાળકને દત્તક લીધો હતો
BY Connect Gujarat22 July 2021 5:26 AM GMT

X
Connect Gujarat22 July 2021 5:26 AM GMT
કચ્છ જિલ્લાના ભુજમાં મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે અમેરિકન દંપતીએ મૂળ ભારતીય આરવ નામના બાળકને દત્તક લીધો હતો.
ભુજ સ્થિત મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે ઉછરી રહેલા આરવ નામના બાળકને અમેરિકન દંપતીએ દત્તક લઈ ભેદભાવની નીતિ વિરુદ્ધ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આરવને અમેરિકાની તેનેસી સિટીમાં રહેતા બ્રાયન્ટ હોકીન્સ અને લેવીસ હોકીન્સે દત્તક લીધો છે. ભુજના મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે. અને ભુજ નગરપતિ ઘનશ્યામ ઠક્કર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે અમેરિકન દંપતિને કાર્યક્રમમાં હાજર તમામ લોકોએ અભિનંદન પાઠવ્યા હતા.
Next Story