-
ભુજ-મુંદ્રા રોડ પર કેરા ગામ નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત
-
ખાનગી ટ્રાવેલ્સની મિની લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત
-
ભયંકર અકસ્માતમાં 5 લોકોના મોત, 4 લોકો થયા ઘાયલ
-
બનાવના પગલે એમ્બ્યુલન્સ સહિત પોલીસ કાફલો દોડી આવ્યો
-
ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન
કચ્છ જિલ્લાના ભુજ-મુંદ્રા રોડ પર કેરા ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની મિની લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતા, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
મળતી માહિતી અનુસાર, કચ્છ જિલ્લાના ભુજ-મુંદ્રા રોડ પર આવેલ કેરા ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની મિની લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મિની લક્ઝરી બસમાં 40 જેટલા મુસાફરો સવાર હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે આ અકસ્માતમાં 5 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા, જ્યારે 4 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે, કન્ટેનર સાથે ટકરાતા બસની આગળનો આખો ભાગ તૂટી ગયો હતો, જ્યારે મૃતદેહોનો ખડકલો રસ્તા પર વિખેરાયો હતો. બનાવની જાણ થતાં જ એમ્બ્યુલન્સ સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ઓવરટેક કરવા જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ, આ ઘટનામાં મૃત્યુઆંક પણ વધવાની શક્યતા વર્તાય રહી છે.