કચ્છ: માંડવી પોલીસ મથકમાં હુમલાના કેસમાં આરોપીઓ સામે ઉગામાયું ગુજસીટોકનું શસ્ત્ર

કચ્છ જિલ્લાના માંડવી પોલીસ મથકમાં હુમલાના કેસમાં આરોપીઓ સામે ગુજસીટોક એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.પશ્ચિમ કચ્છ પોલીસે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ પ્રથમ વખત ગુનો દાખલ કર્યો હતો.

New Update
  • માંડવી પોલીસ મથક પર હુમલાનો મામલો 

  • આરોપીઓએ કર્યો હતો પોલીસકર્મી પર હુમલો 

  • પોલીસે આરોપીઓની કરી હતી ધરપકડ

  • આરોપીઓ સામે પોલીસની કડક કાર્યવાહી 

  • કચ્છ પોલીસે પ્રથમ વખત ગુજસીટોક હેઠળ કરી કાર્યવાહી  

Advertisment

કચ્છ જિલ્લાના માંડવી પોલીસ મથકમાં હુમલાના કેસમાં આરોપીઓ સામે ગુજસીટોક એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.પશ્ચિમ કચ્છ પોલીસે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ પ્રથમ વખત ગુનો દાખલ કર્યો હતો.

કચ્છ જિલ્લાના માંડવી પોલીસ મથકમાં હુમલો કરવાના કેસમાં ચાર આરોપીઓ સામે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામ્યું છે.સીન્ડીકેટ બનાવી ઓર્ગેનાઇઝ ક્રાઇમને અંજા આપતી ટોળકી સામે પશ્ચિમ કચ્છ પોલીસે પ્રથમ વખત ગુનો દાખલ કરતા રીઢા ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

માંડવી તાલુકાના પાંચોટીયા ગામના પુનશી આલા ગઢવીહરી આલા ગઢવીમોટી ભુજપુરના શામળા થારૂ ગઢવીઝરપરાના ગોપાલ રામ મીંઢાણી (ગઢવી) સામે ટોળકી બનાવી સંગઠિત ગુનાખોરી અને ત્રાસવાદી પ્રવૃત્તિ કરવા સબબ ગુજસીટોકની કલમનો ઉમેરો કરી કાર્યવાહી કરવામાં આવી છે.આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓએ ગુનાહિત પ્રવૃત્તિઓ થકી મેળવેલી સંપત્તિ જપ્ત કરવા સહિતની વિવિધ કડક જોગવાઈ કરવામાં આવી છે. આરોપીઓ દોષી પુરવાર થશે તો જનમટીપ અથવા ફાંસીની સજા સુધીની જોગવાઈ આ એક્ટ હેઠળ કરવામાં આવશે.ગત 16 નવેમ્બરના રાત્રીના ચારે આરોપીઓએ માંડવી પોલીસ મથકમાં તલવારછરીધોકા જેવા હથિયારો સાથે આવીને પોલીસ કર્મચારી અધિકારીઓ પર હુમલો કર્યો હતો.આ કેસમાં ચાર આરોપીઓ પાલારા જેલમાં છે.ત્યારે મુખ્ય આરોપી હરિ આલા ગઢવીએ કોર્ટમાં જામીન માટેની અરજી કરી હતી.પરંતુ પોલીસ મથક પર અને પોલીસ કર્મીઓ પર હુમલો કરવા જેવા ગંભીર ગુનો હોય આરોપીએ શુક્રવારે જામીન અરજી પરત ખેંચી લીધી હતી.દરમિયાન પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા આ ગુનામાં આરોપીઓ સામે ગુજસીટોકની કલમનો ઉમેરો કરીને કાયદાની લગામ કસી હતી. 

ઉલ્લેખનીય છે કે પાંચોટીયાના પુનશી ગઢવી સામે દસ વર્ષમાં 11થી વધુ ગુના નોંધાયા છે.પુનશી ગઢવીએ પાંચ વર્ષ અગાઉ પણ માંડવી પોલીસ મથકમાં પીએસઓ પર હુમલો કરવાનો પ્રયાસ કરીને ભારે હંગામો મચાવ્યો હતો. આરોપી સામે છેલ્લા દસ વર્ષ દરમિયાન માંડવી પોલીસ મથકમાં સાત અને ભુજ બી ડિવિઝનમાં બે અને માનકુવાપાલનપુર પોલીસ સ્ટેશન મળીને કુલ 11 જેટલા ગુનોઓ નોંધાયા છે.

 

Advertisment
Read the Next Article

પોલીસ પુત્રની કરપીણ હત્યા..! : ભાવનગરમાં સર્વિસમાં મુકેલી કાર લેવા ગયેલા પોલીસ પુત્રને 2 શખ્સોએ રહેંસી નાંખ્યો...

હત્યાનું કારણ જૂની અદાવત હોવાનું જાણવા મળ્યું છે. પુત્રની હત્યાના સમાચાર મળતાં જ પોલીસ કાફલા સાથે ASI રેખાબેન આહીર પણ ઘટનાસ્થળે પહોંચ્યા

New Update
  • શહેરમાં ધોળે દિવસે બની હત્યાની ચકચારી ઘટના

  • 2 શખ્સે કરી મહિલા પોલીસકર્મીના પુત્રની હત્યા

  • સર્વિસમાં મુકેલી કાર લેવા ગયો હતો પોલીસ પુત્ર

  • બનાવના પગલે પોલીસ અધિકારીઓ દોડી આવ્યા

  • દીકરાના મૃતદેહ નજીક માતાનું હૈયાફાટ રુદન 

Advertisment

ભાવનગર શહેરમાં ધોળે દિવસે મહિલા પોલીસકર્મીના પુત્રની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પંચવટી ચોકથી ઘોઘા જકાત જવાના રસ્તા પર 2 શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પોલીસ પુત્રની કરપીણ હત્યા કરી ફરાર થઇ ગયા છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

મળતી માહિતી મુજબભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા રેખાબેન આહીરનો પુત્ર કેવલ દિલીપભાઈ આહીર પોતાના મિત્ર સાથે પંચવટી ચોકથી ઘોઘા જકાત જવાના રસ્તા પર સર્વિસમાં મુકેલી કાર લેવા ગયો હતો. આ દરમિયાન 2 શખ્સો કેવલને છરીના આડેધડ ઘા મારી કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયા હતા.

આ હત્યાનું કારણ જૂની અદાવત હોવાનું જાણવા મળ્યું છે. પુત્રની હત્યાના સમાચાર મળતાં જ પોલીસ કાફલા સાથે ASI રેખાબેન આહીર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતાજ્યાં તેમના હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની ફેલાય હતી. બનાવને લઇને ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. હાલ પોલીસે CCTVના આધારે ફરાર થઇ ગયેલા આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.

Advertisment