/connect-gujarat/media/post_banners/76d348e9844b7ba629c92833db2b9a1a0a7b0f79c8ed06281cde57463a8800c7.jpg)
ઉનાળો એટલે કેરીઓની સીઝન.. ચાલુ વર્ષે કચ્છી કેસર કેરીનું મબલખ ઉત્પાદન થવાની સંભાવના છે ત્યારે ખેડુતો ખુશખુશાલ જોવા મળી રહયાં છે.
કચ્છ જિલ્લામાં 10600 હેક્ટરમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં દર વર્ષે કેરીના પાકનું કરાયેલ વાવેતરમાંથી 70 થી 80 ટકા પાક ઉત્પાદિત થાય છે. કચ્છના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે જેથી કરીને ઉત્પાદનમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે.કચ્છ જિલ્લામાં થતાં કેરીના વાવેતરમાંથી એવરેજ 65,000 મેટ્રિક ટન ઉત્પાદન થતું હોય છે. કચ્છની કેસર કેરીની માંગ પણ વધારે રહેતી હોય છે.ચાલુ વર્ષે ખેડૂતોએ નવા 300થી 400 હેક્ટરમાં કચ્છી કેસર કેરીનું વાવેતર કર્યું છે.
માંડવી તાલુકામાં 2900 હેકટર, અંજાર તાલુકામાં 2100, ભુજ તાલુકામાં 1900 અને નખત્રાણા તાલુકામાં 1700 હેક્ટરમાં જ્યારે અન્ય તાલુકાઓમાં મળીને 2000 હેક્ટરમાં વાવેતર મળીને કુલ 10,600 હેક્ટરમાં કેરીનું વાવેતર કરાયું છે. કચ્છી કેસર કેરીનું વાવેતર વધ્યું હોવાથી ચાલુ વર્ષે કેરીનું મબલખ ઉત્પાદન થશે તેમાં કોઇ બેમત નથી..