કચ્છ : એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે લખપતથી કેવડિયા સુધી પોલીસે યોજી બાઇક રેલી

New Update
કચ્છ : એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે લખપતથી કેવડિયા સુધી પોલીસે યોજી બાઇક રેલી

એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે કચ્છ જિલ્લાના લખપત તાલુકાથી કેવડિયા સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે પશ્વિમ કચ્છ પોલીસ દ્વારા બાઇક રેલીનો આરંભ કરવામાં આવ્યો હતો.

Advertisment

સમગ્ર દેશમાં તા. 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 2014માં ભારત સરકાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના ઉપલક્ષમાં રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. "રાષ્ટ્રીય એકતા દિવસ આપણા દેશની એકતા, અખંડિતતા અને સલામતી માટેના વાસ્તવિક અને સંભવિત જોખમોનો સામનો કરવા માટે રાષ્ટ્રની અંતર્નિહિત શક્તિ અને સ્થિતિસ્થાપકતાને પુન: પુષ્ટ કરવાનો અવસર પૂરો પાડી રહ્યો છે, ત્યારે એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા લખપતથી કેવડિયા સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં 25 જેટલા પોલીસ કર્મચારીઓ બાઇક સાથે રેલીમાં જોડાયા છે. આ બાઇક રેલી અબડાસા, માંડવી, ભુજ, ગાંધીધામ અને અન્ય જિલ્લાઓમાં ફરી નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે પહોંચશે. કેવડીયા સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એવી સ્ટેચ્યું ઓફ યુનિટીને શીશ ઝુકાવી નમન કરશે.

Advertisment