હાલમાં મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે બાંધકામ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા સળિયા અને સિમેન્ટના ભાવોમાં ભાવ વધારો આવતા બિલ્ડરોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે.
સામાન્ય રીતે દર વર્ષે વસ્તુઓમાં 2 થી 5 ટકા સામાન્ય ભાવ વધારો આવતો હોય છે પણ આ વખતે બજારમાં સર્જાયેલી કૃત્રિમ ભાવ વધારાની સ્થિતિ વચ્ચે સિમેન્ટ અને લોખંડના સળિયાના ભાવોમાં 25 થી 30 ટકાનો ભાવવધારો આવ્યો છે.નવા કોન્ટ્રકટ તો ઠીક છે પણ જુના ઠેકામા કામ પૂર્ણ કરવું અઘરું બન્યું હોવાનું બિલ્ડરોએ જણાવ્યું હતું.ભુજના બિલ્ડર વિનય રેલોને જણાવ્યું કે,અમે મકાનોના કોન્ટ્રાકટ લીધા છે અને લોકોએ બુકિંગ કરી લોન પણ કરાવી લીધી છે અને પાછળથી અસહ્ય ભાવ વધારો આવી ગયો છે.મકાનની કિંમત નક્કી થઈ ગઈ હોવાથી ગ્રાહકને કઈ કહી શકાય નહીં પણ હવે નુકશાન વેઠવું પડી રહી છે આ બાબતે એસોસિએશન દ્વારા સરકારમાં વચલો રસ્તો કાઢવા માટે રજૂઆત પણ કરવામાં આવસે.જોકે બિનજરૂરી સંગ્રહખોરીના કારણે ભાવો વધ્યા હોવાનું જણાવ્યું હતું.
દરમિયાન કન્સ્ટ્રક્શન વ્યવસાયી નિમિત્ત ઠક્કરે અનુભબ વર્ણવર્તા જણાવ્યું કે તેઓએ મુન્દ્રા ટાટા પાવર કંપનીમાં કોન્ટ્રાકટ લીધો હતો ત્યારે કરાર વખતી વખતે ભાવ વધારાનું 2 થી 5 ટકા મારઝીન રખાયું હતું પણ હવે 25 થી 30 ટકા ભાવ વધી ગયા છે કોન્ટ્રાકટ હોવાથી અમારા હાથ બંધાયેલા છે અને અમે આ બાબતે કઈ કહી પણ શકતા નથી.બજારમાં માલની સર્જાતી કૃત્રિમ અછતના કારણે જ ભાવો વધતા હોવાનું સપાટી પર આવ્યું છે.