New Update
પારડીના ગોઇમા ગામનો બનાવ
દીપડાનો ગામમાં હતો આતંક
દીપડાએ બકરીનું કર્યું હતું મારણ
ગ્રામજનોમાં દીપડાનો હતો ભય
વન વિભાગના પાંજરે દીપડો પૂરતા રાહત
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ગોઇમા ગામમાં આતંક મચાવનાર દીપડો વન વિભાગની ટ્રેપમાં ઝડપાઈ ગયો હતો,ખૂંખાર દીપડો પાંજરે પૂરતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ગોઇમા ગામના છેવાડે એક દીપડો પાંજરામાં આબાદ ઝડપાઈ ગયો હતો.ગોઈમા ગામના પોપટ ફળિયામાં રહેતા એક પશુપાલકના ત્યાં દીપડાએ એક બકરીનું મારણ કર્યું હતું.રાતના અંધારામાં દીપડાએ કરેલા બકરીના મારણની જાણ થતાં જ ગામમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ગામમાં દીપડાની હાજરી અંગે સ્થાનિક લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરતા પશુપાલકના ઘરની આજુબાજુ દીપડાને ઝડપી લેવા માટે વન વિભાગે પાંજરા ગોઠવ્યા હતા. વન વિભાગના આ પ્રયાસને સફળતા મળી હતી અને ગોઇમા ગામ અને આજુબાજુના વિસ્તારમાં આતંક મચાવતો ખૂંખાર દીપડો આખરે પાંજરે પુરાયો હતો. દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
Latest Stories