Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં ચૂંટણી બની લોકઉત્સવ, દુલ્હા-દુલ્હને સપ્તપદીના સાત ફેરા પૂર્વે નિભાવ્યો નાગરિક તરીકેનો ધર્મ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાનમાં લોકોશાહીનો રંગ જોવા મળ્યો હતો. લગ્નસરા વચ્ચે યોજાયેલ મતદાન પ્રક્રિયામાં અનેક દુલ્હા-દુલહને પણ ભાગ લીધો હતો

X

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાનમાં લોકોશાહીનો રંગ જોવા મળ્યો હતો. લગ્નસરા વચ્ચે યોજાયેલ મતદાન પ્રક્રિયામાં અનેક દુલ્હા-દુલહને પણ ભાગ લીધો હતો.

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022ને લઇ પ્રથમ ચરણની સૌરાષ્ટ-કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતમાં મતદાન થયું હતું. ત્યારે સુરતમાં ઢોલ નગારા સાથે કન્યા મતદાન મથકે પહોંચી હતી. સપ્તપદીના સાત ફેરા પહેલા મતદાન કરવા પહોંચી હતી કન્યા. પરિવારના સભ્યો પણ લગ્ન ગીત સાથે નાચતા ઢોલ વગાડતા પહોંચ્યા હતા. અંજલી પટેલ નામની કન્યા દુલ્હનના શણગાર સાથે કામરેજ વીઝડમ સ્કૂલ પહોંચી હતી. પિતાએ કહ્યું કે, આજે મારા માટે મતદાન અને કન્યાદાન માટેનો અનેરો અવસર છે. મતદાન માટે પરિવારમાં અનેરો ઉત્સાહ છે.

આ તરફ ઓલપાડના કરમલા ગામે લગ્નની હલ્દી સાથે યુવાને મતદાન કર્યું હતું. કરમલા ગામના કિરણ સરવૈયાએ હલ્દી સાથે મતદાન કર્યું હતું.યુવાનના આજે લગ્ન છે ત્યારે આ પૂર્વે તેણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

ભરૂચના ઝઘડિયાના હરીપુરા પ્રાથમિક શાળા મતદાન મથક પર મનિષાબેન વસાવા નામની દુલ્હને લગ્ન પહેલા મતદાન કરી પોતાની ફરજ અદા કરી હતી અને અન્ય લોકોને મતદાન કરવા પ્રેરણા આપી લોકશાહીના પર્વમાં ભાગીદાર બન્યા હતા.

નવસારી શહેરના વોર્ડ નંબર 13 ના પીઠી લાગેલ યુવકે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। લગ્ન મંડપમાં જતાં પહેલા પોતાની ફરજ સમજી યુવાન મતદાન કરવા મતદાન મથક પર પહોંચ્યો હતો અને લોકશાહીને જીવંત રાખવાના પ્રયાસમાં સહભાગી બન્યો હતો.

Next Story