Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય, કેટલાક જિલ્લામાં હળવા વરસાદની આગાહી

રાજ્યમાં થોડા દિવસથી લોકોને ગરમીમાંથી રાહત મળી રહી છે. ત્યારે રાજસ્થાન ઉપર સર્જાયેલા લો પ્રેશરના વાતાવરણમાં પલટો આવ્યો છે

રાજ્યમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય, કેટલાક જિલ્લામાં હળવા વરસાદની આગાહી
X

રાજ્યમાં થોડા દિવસથી લોકોને ગરમીમાંથી રાહત મળી રહી છે. ત્યારે રાજસ્થાન ઉપર સર્જાયેલા લો પ્રેશરના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી ચારથી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નથી. બે દિવસ દરમિયાન નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ પડી શકે છે. આગામી કેટલાક દિવસ પવનની ગતિ 10થી 15 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. હાલ વાતાવરણમાં ભેજ રહેશે. મોટાભાગે દક્ષિણ ગુજરાત સિવાયના વિસ્તારોમાં વરસાદની શક્યતા નથી ગુજરાત સહિત દેશમાં ઘણાં સ્થળે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ પ્રિમોન્સૂન વરસાદ ના ભાગરૂપે રાજકોટ, ચોટીલા, દમણ સહિત વિસ્તારોથી પ્રારંભ થયો છે. આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ સહિત વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાન ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર સુધી ટ્રોફ અર્થાત્ હવાના નીચા દબાણ નો વિસ્તાર સર્જાયો છે જેની અસર રૂપે ગુજરાતમાં આજે હવામાનમાં પલટો આવ્યો છે. મૌસમ વિભાગના સૂત્રો અનુસાર આવો છૂટો છવાયો વરસાદ ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થતા સુધી ચાલુ રહી શકે છે.અમદાવાદમાં દિવસ દરમિયાન 41 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે સરેરાશ લઘુતમ તાપમાન 29.3 ડિગ્રી નોંધાયું હતું. દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને ભેજનું પ્રમાણ 65 ટકા થઇ જતા બફારા ના પ્રમાણમાં વધારો થયો હતો. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. મોડી સાંજે અમદાવાદમાં ધૂળની ડમરી સાથે પવન ફૂંકાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, અમદાવાદમાં આગામી પાંચ દિવસ 42 ડિગ્રીની આસપાસ તાપમાન રહી શકે છે.

Next Story