/connect-gujarat/media/media_files/2025/05/04/MxJvx28LmkSifm85gNKi.jpg)
ગુજરાતમાં કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. 8 મે સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં વરસાદનેં લઇ યેલો અલર્ટ અપાયું છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી, પાટણ, મહેસાણા, અરવલ્લી, દાહોદ, નર્મદા, બોટાદ, ગીરસોમનાથ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, દીવમાં ઓરેન્જ અલર્ટ અપાયું છે જ્યારે બાકીના જિલ્લાઓમાં યેલો અલર્ટ અપાયું છે.
આજથી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં બરફના કરા પડવાની આગાહી કરવામાં આવી છે. 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, તો ત્રણ દિવસ બાદ રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.