વલસાડ : ધારાસભ્ય ચૈતર વસાવાએ 3 પાલિકાની ચૂંટણીને લઈને રણનીતિ બનાવી

વલસાડ જિલ્લામાં આગામી 3 નગરપાલિકાની ચૂંટણી તેમજ સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપવા માટે આદિવાસી નેતા અને નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ બેઠક યોજી હતી.

New Update
  • ડેડીયાપાડાAAPના ધારાસભ્ય ચૈતર વસાવા વલસાડની મુલાકાતે

  • AAPના આગેવાનોઅનેકાર્યકરો સાથે અગત્યની બેઠકનું આયોજન

  • આવનાર વલસાડપારડીધરમપુર પાલિકાની ચૂંટણીને લઈને ચર્ચા

  • 3 પાલિકાની ચૂંટણીAAPપાર્ટીએકલા હાથે લડશે : ચૈતર વસાવા

  • મોટી સંખ્યામાંAAPના આગેવાનોઅનેકાર્યકરોનીઉપસ્થિતી રહી

વલસાડ જિલ્લામાં આગામી 3 નગરપાલિકાની ચૂંટણી તેમજ સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપવા માટે આદિવાસી નેતા અને નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ બેઠક યોજી હતી.

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આજરોજ વલસાડ જિલ્લાના મહેમાન બન્યા હતાજ્યાં આગામી 3 નગરપાલિકાની ચૂંટણી અને કાર્યકર્તાઓ સાથેના સ્નેહમિલન કાર્યક્રમમાં તેઓ હાજરી આપવા તેઓ વલસાડ પહોચ્યા હતા. ચૈતર વસાવાએ રણનીતીને લઈનેAAPના આગેવાનો અને કાર્યકરો સાથે અગત્યની બેઠક યોજી હતી. ચૈતર વસાવાએ જણાવ્યું હતું કેનગરપાલિકાની ચૂંટણીમાં વલસાડપારડી અને ધરમપુર બેઠક પર આમ આદમી પાર્ટી એકલા હાથે લડશે.

વલસાડ જીલ્લામાં 3 પાલિકાની ચૂંટણીમાં અત્યાર સુધી ગઠબંધનના કોઈપણ અણસાર દેખાઈ નથી રહ્યા. આ સાથે જ ઉમેદવારોની પસંદગીને લઈને પણ વર્કિંગ કમિટી સહિત તમામ ધારાધોરણ ચકાસ્યા બાદ જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે તેવું ચૈતર વસાવાએ જણાવ્યુ હતું. તો બીજી તરફલોકસભા દંડક ધવલ પટેલના આક્ષેપો પર પ્રતિક્રિયા આપતા તેઓએ જણાવ્યું હતું કેઆમંત્રણ શેનો મંચ છેએ ધવલ પટેલે જાણી લેવું જોઈએ. આદિવાસી સમાજના મંચ પર કોઈપણ પ્રકારની રાજનીતિ ન થવી જોઈએ. વધુમાં જણાવ્યું હતું કેજે દિવસે આદિવાસી સમાજની તમામ માંગો પૂર્ણ થઈ જશે તે દિવસે અમે કોઈ કઈપણ બોલીશુ નહીં.

AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કેભ્રષ્ટાચારની વાત તો સૌથી વધારે ભ્રષ્ટાચાર ભાજપમાં જ થાય છે. રોડ-રસ્તાના ખસતા હાલ વિષે વાત કરતા તેઓએ કહ્યું હતું કેગતરોજ તેઓ આહવાથી આ વિસ્તારમાં આવી રહ્યા હતા. તે દરમિયાન રોડની ખૂબ જ ખરાબ હાલત તેઓએ જોઈ હતી. સમગ્ર ગુજરાતમાં તમામ વિસ્તારોમાં લોકોએ આવેદન પત્ર આપ્યા છે. પરંતુ તંત્ર અને અધિકારીઓના પાપે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છેત્યારે આવનાર દિવસોમાં અમારા સંગઠન દ્વારા આ મામલે મુખ્યમંત્રીનું ધ્યાન દોરવામાં આવશે. ફ્રેઇટ કોરિડોરને લઈને પણ તેઓએ આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કેસરકાર દ્વારા તમામ પ્રોજેક્ટ આદિવાસી વિસ્તારોમાં જ લાવવામાં આવે છેપરંતુ જ્યારે આ વિસ્તારમાં વિકાસની વાત આવે ત્યારે સરકાર અનદેખી કરે છે. આ જ વિસ્તારના લોકોએ સિંચાઈઆરોગ્ય અને શિક્ષણ મુદ્દે આંદોલનો કરવા પડતા હોય છે.

Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.