Connect Gujarat
ગુજરાત

મોદી સરકારે મહિલાઓને આપી મોટી ભેટ, ઉજ્જવલા યોજના પર સબ્સિડીમાં કર્યો વધારો

મોદી સરકારે મહિલાઓને આપી મોટી ભેટ, ઉજ્જવલા યોજના પર સબ્સિડીમાં કર્યો વધારો
X

મોદી સરકારે મહિલાઓને મોટી ભેટ આપતા ઉજ્જવલા યોજના પર સબ્સિડી વધારી છે. ઉજ્જવલા યોજના પર સબ્સિડી 200થી વધારી 300 કરવામાં આવી છે. કેંદ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉજ્જવલા યોજના હેઠળના ગેસ સિલિન્ડર પર સબ્સિડી વધારવામાં આવી છે. હવે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ગેસ સિલિન્ડર 600માં મળશે. મહિલાઓને મોદી સરકારની મોટી ભેટ આપી છે.

મોદી કેબિનેટે બુધવારે (4 ઓક્ટોબર) એક મોટો નિર્ણય લીધો. કેબિનેટે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે સબસિડી 200 રૂપિયાથી વધારીને 300 રૂપિયા કરી દીધી છે. કેબિનેટે રક્ષાબંધન અને ઓણમના અવસર પર એલપીજીમાં 200 રૂપિયાના કાપની જાહેરાત કરી હતી. આજે ઉજ્જવલાના લાભાર્થીની રકમ 200 રૂપિયાથી વધારીને 300 રૂપિયા કરવામાં આવી છે.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. અમે રક્ષાબંધન અને ઓણમના અવસર પર એલપીજી સિલિન્ડરમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.જથી કિંમત 1100 રૂપિયાથી ઘટીને 900 રૂપિયા થઈ ગઈ હતી. ઉજ્જવલા યોજનાના લાભાર્થીને 700 રૂપિયામાં ગેસ મળવા લાગ્યો. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓની બહેનોને 200 નહિ 300 રૂપિયાની સબસિડી મળશે. એટલે કે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને હવે 600 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે.

Next Story