મોરબી : ભારે વરસાદના કારણે મચ્છુ-3 ડેમના 2 દરવાજા ખોલાયા, તો બિસ્માર માર્ગોનું સમારકામ શરૂ

મોરબી જિલ્લામાં વરસાદથી તમામ ડેમમાં પાણીની આવક, પાણીની આવક થતાં મચ્છુ-3 ડેમના 2 દરવાજા ખોલાયા

New Update
મોરબી : ભારે વરસાદના કારણે મચ્છુ-3 ડેમના 2 દરવાજા ખોલાયા, તો બિસ્માર માર્ગોનું સમારકામ શરૂ

ભારે વરસાદના કારણે મોરબી જિલ્લાના મચ્છુ-3 ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. જિલ્લામાં પડેલા સાર્વત્રિક વરસાદથી તમામ ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે. મચ્છુ-૩ ડેમ અંદાજે 90 ટકા પાણીથી ભરાતાં તેના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. તો બીજી તરફ મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે ખેડૂતોએ પણ વાવણીનો શુભારંભ કર્યો છે.

મોરબી જિલ્લામાં ભારે વરસાદથી બિસ્માર થયેલ માર્ગની સુધારણાની કામગીરી પ્રશાસને શરૂ કરી છે, ત્યારે વરસદમાં ધોવાણ થયેલ રસ્તાઓનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક રી-સર્ફેસીંગની કામગીરી શરૂ કરી છે. જેમાં મોરબી, પીપળી, બેલા, જેતપર, અણીયારી રોડ પર વરસાદથી પડેલા ખાડાનું સમારકામ કરી માર્ગને વાહન વ્યવહાર લાયક બનાવવા પુરજોશમાં કામગીરી હાથ ધરવામાં આવી છે.

Latest Stories