Connect Gujarat
ગુજરાત

મોરબી : જુઓ, નેકનામના ગ્રામજનો કેવી રીતે કરી રહ્યા છે પાણીની બચત..!

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનું નેકનામ એક અનોખું ગામ છે. આ ગામમાં વોટર ATM એટલે કે, પાણીનું ATM છે.

X

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નેકનામ ગામમાં વોટર ATM મુકવામાં આવ્યા છે, ત્યારે આ વોટર ATMથી સ્થાનિકો પીવાનું શુદ્ધ પાણી મેળવી પોતાને પાણીજન્ય રોગ સામે રક્ષણ આપી રહ્યા છે.

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનું નેકનામ એક અનોખું ગામ છે. આ ગામમાં વોટર ATM એટલે કે, પાણીનું ATM છે. જેમાંથી ગ્રામજનો 1 રૂપિયામાં 8 લિટર ફિલ્ટર્ડ પાણી મેળવી શકે છે. મહત્વની વાત તો એ છે કે, તેનું સંચાલન ગ્રામ પંચાયત કરે છે. આ સુંદર વ્યવસ્થાના કારણે ગામમાં પાણીની બચત પણ થાય છે, અને ગ્રામજનો પાણીજન્ય રોગથી પણ બચી શકે છે. ઉનાળો શરૂ થતાં જ ઠેર ઠેર પાણીની મોકાણ મંડાય છે, ત્યારે નેકનામ ગામે હવે લોકોને પિયવનું પાણી સહેલાઈથી મળી રહ્યું છે. દર કલાકે 800થી 1 હજાર લીટર પાણીને ફિલ્ટર કરવાની ક્ષમતા આ અનોખુ ATM ધરાવે છે.

Next Story