સાયલામાં ધાર્મિક પ્રસંગમાં જમણવારમાં ખોરાકી ઝેરની અસર થતા 300થી વધુ લોકોની તબિયત લથડી

ખોરાકી ઝેરની અસર પામેલા લોકોથી દવાખાના ઉભરાયા હતા. આ અસરગ્રસ્તોને સુદામડા, ધાંધલપુર, સાયલા સહિતની સરકારી, ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા

New Update
Sudamada Food Poisning

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામે ધાર્મિક પ્રસંગમાં જમણવાર બાદ 300થી વધુ લોકોને ફૂડ પોઈઝનીંગની અસર થઈ હતી. જેમાં એક જ્ઞાતિના ધાર્મિક પ્રસંગમાં ખોરાકી ઝેરની અસર પામેલા લોકોથી દવાખાના ઉભરાયા હતા. આ અસરગ્રસ્તોને સુદામડાધાંધલપુરસાયલા સહિતની સરકારીખાનગી હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટના અંગે લીંબડી ડેપ્યુટી કલેક્ટર દ્વારા મીડિયાને જણાવ્યા મુજબ કેસુદામડા ગામમાં બપોરના સમયે માતાજીનો પ્રસંગ હતો ત્યાં જમણવારમાં કોઈ ફૂડ પોઇઝનિંગ થયું હશે.જેના કારણે ઘણા લોકો બીમાર પડ્યા હતા. જેમાંથી અત્યાર સુધીમાં 200 લોકોએ સુદામડા પીએચસીમાં દાખલ કરવામાં આવ્યા હતા અને બધાને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે.

Latest Stories