ગોઝારો “રવિવાર” : જામનગરમાં અકસ્માતમાં માતા-પિતા-પુત્રીનું મોત, અમરેલીમાં વાન પલટી જતાં મહિલાનું મોત, 16 લોકો ઘાયલ

જામનગર-રાજકોટ હાઇવે પર ધ્રોલ નજીક જાયવા ગામ નજીક આવેલી આશાપુરા હોટલ પાસે આજે વહેલી સવારે બોલેરો અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

New Update
Advertisment
  • જામનગર અને અમરેલીમાં સર્જાયો ગોઝારો અકસ્માત

  • જામનગર-રાજકોટ હાઇવે પર બોલેરો-મોપેડનો અકસ્માત

  • અકસ્માતમાં માતા-પિતા-પુત્રીનું ઘટનાસ્થળ પર જ મોત

  • અમરેલીમાં મંદિરે જતી વાન પલટી મારતાં મહિલાનું મોત

  • 16 જેટલા લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ ખસેડાયા

  • અકસ્માત અંગે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી

Advertisment

જામનગર-રાજકોટ હાઇવે પર કાર અને મોપેડ વચ્ચે અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયાં છે. તો બીજી તરફઅમરેલી-ધારીના ગળધરા ખોડિયાર માતાના મંદિરે જતી પિકઅપ વાન પલટી મારી જતાં એક મહિલાનું મોતજ્યારે 16 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

જામનગર-રાજકોટ હાઇવે પર ધ્રોલ નજીક જાયવા ગામ નજીક આવેલી આશાપુરા હોટલ પાસે આજે વહેલી સવારે બોલેરો અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ દોડતી બોલેરોએ મોપેડને ટક્કર મારતાં ધ્રોલ તાલુકાના ભેંસદડ ગામના કડિયા ક્ષત્રિય પરિવાર માતા-પિતા અને પુત્રીના ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવના પગલે હાઇવે પર લોકોના ટોળાં એકઠાં થયા હતા. ભેગા થયેલા લોકોએ જાણ કરતાં 108 એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોચ્યો હતો. પોલીસે મૃતક 36 વર્ષીય સંજય ચોટલિયાતેમના પત્ની 35 વર્ષીય ઇનાબેન ચોટલિયા અને 4 વર્ષીય પુત્રી નિષ્ઠા ચોટલિયાના મૃતદેહોને પી.એમ. અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.

તો બીજી તરફઅમરેલી જિલ્લામા વડીયાના ઢુંઢીયાપીળીયા ગામ અને સાકરોળા ગામના એકજ પરિવારના લોકો બોલેરો પિકપ વાહન લઈને ધારી નજીક આવેલ ગળધરા ખોડિયાર માતાજીના મંદિર લાપસી કરવા જતા હત. આ દરમ્યાન બગસરા તાલુકાના હડાળા ગામ નજીક ચાલકે સ્ટિયરિંગ પરથી ગુમાવી દેતા બોલેરો પલટી મારતા એક સાથે 16 વ્યક્તિને ઇજાઓ થઈ હતી. જેમાં 40 વર્ષીય વિજયાબેનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માત સમયે થોડીવાર વાહનમાં સવાર લોકોએ રાડા રાડ બોલાવી હતીજેમાં 10 જેટલા લોકોને વધુ ઇજાઓ થઇ હતી અને 6 લોકોને સામાન્ય ઇજાઓ જોવા મળી હતી. જેઓને તાત્કાલિક અમરેલી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સ્થળે થોડીવાર ટ્રાફિક જામ સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ બગસરા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી ટ્રાફિક દૂર કરી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

Latest Stories