ગુજરાતમાં વિધર્મી દ્વારા હિન્દુ યુવતીઓ પર થતાં અત્યાચારના વિરોધમાં સાંસદ મનસુખ વસાવાનું તંત્રને આવેદન...

ભરૂચ જિલ્લાના ઝઘડીયાની બાવાગોર દરગાહના મુજાવરે હિન્દુ મહિલા સાથે આચરેલા દુષ્કર્મ તેમજ છોટા ઉદેપુરના નસવાડીમાં વિધર્મી યુવકે અઘટિત માંગણી કરતાં આદિવાસી યુવતીએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો,

New Update

ગુજરાતમાં હિન્દુ યુવતીઓ પર થતાં અત્યાચારનો મામલો

ઝઘડીયા અને નસવાડીમાંથી અત્યાચારનો કિસ્સો સામે આવ્યો

ઝઘડીયાની બાવાગોર દરગાહના મુજાવરે આચર્યું હતું દુષ્કર્મ

નસવાડીમાં વિધર્મીની અઘટિત માંગ સામે યુવતીએ જીવન ટુકાવ્યું

બન્ને ઘટનાઓના વિરોધમાં સાંસદ મનસુખ વસાવાનું આવેદન

ઝઘડીયા પ્રાંત અધિકારીની કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી

ભરૂચ જિલ્લાના ઝઘડીયાની બાવાગોર દરગાહના મુજાવરે હિન્દુ મહિલા સાથે આચરેલા દુષ્કર્મ તેમજ છોટા ઉદેપુરના નસવાડીમાં વિધર્મી યુવકે અઘટિત માંગણી કરતાં આદિવાસી યુવતીએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતોત્યારે આ બન્ને ઘટનાઓના વિરોધમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાની આગેવાનીમાં ઝઘડીયા પ્રાંત અધિકારીની કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

વડોદરાની એક હિન્દુ મહિલાને માનસિક બીમારી મટાડવા માટે અનેક વખત સારવાર અર્થે ભરૂચના ઝઘડીયાની બાવાગોર દરગાહના મુજાવર વારંવાર બોલાવીને રાત્રી રોકાણની ફરજ પાડતો હતો. આ રાત્રી રોકાણ દરમિયાન માનસિક બીમાર મહિલા સાથે આવેલ તેની નાની બેન પર મુજાવર લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ ગુજારતો હતોઅને સતત શારીરિક શોષણ કરવાના કારણે આ યુવતીએ મુઝાવર વિરુદ્ધ રાજપરડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે તટસ્થ તપાસ કરી મુજાવરની ધરપકડ કરી હતી. આ ઉપરાંત છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે પણ થોડા દિવસ અગાઉ એક આદિવાસી યુવતી પર ત્યાંના સ્થાનિક વિધર્મી યુવાને પટાવી ફોસલાવીને તેનું જાતીય શોષણ કરવાના કારણે યુવતીએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી હતીત્યારે આ બન્ને ઘટનાઓને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સખત શબ્દોમાં વખોડી કાઢી છેજેમાં ઝઘડીયાના બાવાગોર ટ્રસ્ટને સરકારના હસ્તકમાં લઈ કાયમ પોલીસ બંદોબસ્ત રાખવા તેમજ નસવાડી જેવી ઘટનાઓમાં ષડયંત્રકારીઓની સામે સરકાર દ્વારા કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ભરૂચના સાંસદ મનસુખ વસાવાની આગેવાનીમાં આદિવાસી સમાજના આગેવાનો અને ગ્રામજનોએ ઝઘડીયા પ્રાંત અધિકારીની કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

Latest Stories