Connect Gujarat
ગુજરાત

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એક જ દિવસમાં 35 હજાર પ્રવાસીઓ ઉમટ્યા,વધારાની પોલીસ બોલાવવાની પડી ફરજ

દિવાળી વેકેશનમાં SOU ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.એક દિવસમાં 35હજારથી વધુ પ્રવાસીઓ SOUની મુલાકાતે પહોંચ્યા

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એક જ દિવસમાં 35 હજાર પ્રવાસીઓ ઉમટ્યા,વધારાની પોલીસ બોલાવવાની પડી ફરજ
X

દિવાળી વેકેશનમાં SOU ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.એક દિવસમાં 35 હજારથી વધુ પ્રવાસીઓ SOUની મુલાકાતે પહોંચ્યા હતા.પ્રવાસીઓના ધસારાને જોતા ખાનગી બસોને પણ દોડાવવાની ફરજ પડી હતી.ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ SOUની મુલાકાત લઈ રહ્યા છે.પ્રવાસીઓના ધસારાને જોતા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વધારાનો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે દેશભરના પ્રવાસીઓમાં SOU હોટ ફેવરિટ બની રહ્યુ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશના અન્ય સ્મારકો માં સૌથી વધુ કમાણી કરતું પ્રવાસન ધામ બન્યું છે ત્યારે આ દિવાળી વેકેશન માં પ્રવાસીઓ અહીં ઉમટી રહ્યા છે પરંતુ આ દિવાળી વેકેશન માં આ સ્ટેટ્યૂ ઓફ યુનિટી ની વિશેષતા એ છે કે પ્રવાસીઓ અત્યાર સુધી સરદાર વલ્લભભાઈની આ વિશાળ પ્રતિમા રસ્તાના માર્ગે અને આકાશ માર્ગે જોઈ શકતા હતા.પરંતુ હવે પ્રવાસીઓ આ સ્ટેચ્યુને જળ માર્ગે પણ નિહાળે છે. વિશાળ વ્યક્તિત્વ ધરાવતા સરદાર વલ્લભભાઈ પટેલના વિશાળ સ્ટૅચ્યુના લોકાર્પણ ને ત્રણ વર્ષ વીતી ગયા ત્યારે આ ત્રણ વર્ષ માં આ વિશાળ પ્રતિમાને જોવા લાખો લોકો આવી ગયા પરંતુ આ વર્ષે આ વિશાળ પ્રતિમાને નિહાળવાનો મોકો કંઈક અલગ જ છે. હવે માત્ર રસ્તા પરથી કે હવાઈ માર્ગેજ નહિ આ પ્રતિમા જળ માર્ગે પણ જોઈ શકાય છે પાણીના પ્રતિબીંબ માં થી ઉભરતી આ પ્રતિમા જોવાનો લ્હાવો આ વર્ષે પ્રવાસીઓ મેળવી રહ્યા છે તેનું મુખ્ય કારણ એ છે આ ક્રુઝ માં બેસી પ્રવાસીઓ અનેરો આનંદ મેળવી રહ્યા છે અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા આ જિલ્લાની સરાહના પણ કરી રહ્યા છે

Next Story