સાબરકાંઠામાં અનરાધાર વરસાદ
વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી
શાકભાજીના ઉત્પાદન પર પડી અસર
ઓછા ઉત્પાદનથી ભાવમાં થયો વધારો
વેલાવાળા શાકભાજીના પાકને નુકસાન
સાબરકાંઠા જિલ્લામાં વરસેલા વરસાદે ખેતીવાડીને નુકસાન પહોંચાડ્યું છે.જિલ્લામાં શાકભાજી મોટા પ્રમાણે વાવેતર કરવામાં આવ્યું હતું.જો કે વરસાદે પાકનો સોથ વાળી દીધો છે.જેને લઈ ભાવ આસમાને પહોંચ્યા છે.
સાબરકાંઠા જિલ્લામાં વરસેલા અનરાધાર વરસાદે ખેતીના પાકમાં ભારે નુકસાન પહોંચાડ્યું છે,જેમાં ખાસ કરીને શાકભાજીના પાકને અસર પહોંચતા ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
ખેડૂતો દ્વારા મોઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને શાકભાજીનુ વાવેતર કરવામાં આવ્યું હતું.પરંતુ ભારે વરસાદને લઈ શાકભાજીના ફૂલ ખીલતાની સાથે ખરી પડ્યા હતા. જેના પરિણામે સારી આવકની આશાએ વાવેલા પાકનું પૂરતું ઉત્પાદન મળ્યું નથી.
ખાસ કરીને વેલાવાળી શાકભાજી જેવા કે તુરિયા, ગલકા, દુધી, કાકડી, ટામેટા, ગીલોડા સહિત અન્ય શાકભાજીમાં વરસાદને લઈને ઉત્પાદનમાં ભારે અસર પડી છે.સાબરકાંઠા જિલ્લામાં હોલસેલ માર્કેટ ખાતે ભાવમાં ભારે તેજી જોવા મળી છે.
સાબરકાંઠામાં વરસાદને કારણે આ વખતે ઉત્પાદન ઘટી ગયુ છે.જેના થકી ભાવ આસમાને પહોંચ્યા છે,પંરતુ ખેડુતની સ્થિતિ તો જૈસે થે જેવી જ છે,કારણ કે મજૂરી ખર્ચ, દવા બિયારણ વાવેતર ખર્ચ, લાવવા લઈ જવાનો ખર્ચ તો એ જ છે.જેને લઈ ભાવ વધુ મળે છે પરંતુ ઉત્પાદન ઓછુ અને નુકસાન વધુ છે.અને સરવાળે તો ખેડુતને નુકસાન જ થાય છે. આમ તો પહેલા જે શાકભાજી 20 રૂપિયાથી લઈ 70 રૂપિયા કિલો મળતી હતી તે હાલમાં 100 થી 180 પર પહોચી ગઈ છે.છેલ્લા 20 દિવસથી શાકભાજીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે.20 દિવસથી વરસાદી માહોલને લઈને આ ભાવ આસમાને પહોંચ્યા છે.