એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, PM મોદીની આતંકીઓને ચેતવણી
નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પ્રસંગે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી છે,જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આતંકીઓને ચેતવણી આપી હતી,અને જણાવ્યું હતું કે આતંકના આકાઓએ દેશ છોડવો પડશે.
નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી,રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં PM મોદીએ ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરી હતી,અને જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરે અલગાવવાદીઓને નકારી દીધા છે.હવે આતંકના આકાઓએ દેશ છોડવો પડશે.
નક્સલવાદ ભારતની એકતા માટે પડકાર બની ગયો હતો અને આજે નક્સલવાદ ભારતમાં અંતિમ શ્વાસ લઇ રહ્યો છે. આજે ભારત પાસે દિશા પણ છે અને દ્રષ્ટિ પણ છે.દુનિયાના દેશ ભારતની નજીક આવી રહ્યા છે.દાયકા જૂના પડકારને અમે સમાપ્ત કરી દીધો છે.