Connect Gujarat
ગુજરાત

નર્મદા: અધિકારીઓના અક્કડ વલણના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓ ઘટ્યા ! મનસુખ વસાવાનું નિવેદન

સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વભરમાં નામના મળી છે પરંતુ દિવસેને દિવસે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે

X

સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વભરમાં નામના મળી છે પરંતુ દિવસેને દિવસે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે સાંસદ મનસુખ વસાવાએ સ્ટેચ્યું ઓફ યુનિટીના ઉચ્ચ અધિકારીઓનું વલણ જવાબદાર હોવાનું નિવેદન આપ્યું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓની સંખ્યામાં દિવસે દિવસે ઘટાડો થતો હોય સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ ખોટ કરતી થઇ ગઈ છે જેની પાછળ જવાબદાર સત્તા મંડળના ઉચ્ચ અધિકારીઓને ગણવામાં આવી રહ્યા છે. આ બાબતે સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે. મનસુખ વસાવાએ જણાવ્યુ હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પોલીસ અને આર્મી જેવા નિયમો બનાવવામાં આવ્યા છે. જેના કારણે પ્રવાસીઓ હેરાન થઈ રહ્યા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી લગભગ 7 કિલોમીટર પહેલાં જ કેવડિયા ગામ નજીક એકતા દ્વાર છે ત્યાં પાર્કિંગ કરાવી અને આગળ પ્રવાસીઓને જવા દેવામાં આવતા ન હતા.સ્થાનિકોને રોજગારી મુદ્દે પણ સ્થાનિક અધિકારીઓ પરેશાન કરે છે. પી.એમ.મોદીના ડ્રીમ પ્રોજેકટને અસર પહોંચતા આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા તેઓએ જણાવ્યુ હતું

Next Story