નર્મદા : રાજ્યનો પ્રથમ ઇથેનોલ ડિસ્ટલરી યુનિટ સાથે નર્મદા સુગરનો પારદર્શક વહીવટ, નેશનલ ફેડરેશન એવોર્ડથી સન્માનીત

નર્મદા સુગર મોલાસીસનું બગાસનું ઉત્પાદન સાથે કરકસરયુક્ત પારદર્શક વહીવટ કરીને ઉત્તમ ક્વોલિટીની ખાંડનું ઉત્પાદન કરે છે.

New Update
નર્મદા : રાજ્યનો પ્રથમ ઇથેનોલ ડિસ્ટલરી યુનિટ સાથે નર્મદા સુગરનો પારદર્શક વહીવટ, નેશનલ ફેડરેશન એવોર્ડથી સન્માનીત

નર્મદા જિલ્લામાં એક માત્ર નર્મદા ખાંડસરી ઉદ્યોગ આવેલો છે. જે દર વર્ષે 9 લાખ મેટ્રિક ટન શેરડીનું પીલાણ કરી ખાંડનું ઉત્પાદન કરે છે. અહીની ખાંડ વિદેશમાં પણ એક્સપર્ટ થાય છે. જોકે, અત્યાર સુધીમાં સારા વહીવટ માટે નર્મદા સુગરને 20 જેટલા એવોર્ડ મળ્યા છે, ત્યારે તાજેતરમાં જ નર્મદા સુગર કંપનીને દિલ્હી ખાતે નેશનલ ફેડરેશન એવોર્ડથી નવાજવામાં આવી છે.

નર્મદા સુગર મોલાસીસનું બગાસનું ઉત્પાદન સાથે કરકસરયુક્ત પારદર્શક વહીવટ કરીને ઉત્તમ ક્વોલિટીની ખાંડનું ઉત્પાદન કરે છે. જોકે, આ વર્ષે 9 લાખ મેટ્રિક ટન શેરડી પિલાણનું લક્ષ્યાંક છે, ત્યારે ખેડૂતોને શેરડીનો સારો ભાવ મળે સાથે સાથે ખેડૂતોની આવક પણ બમણી કરવાનો પ્રયાસ કરાયો છે. નર્મદા સુગરમાં શેરડીના વજનથી લઈને ખેડૂતોને પેમેન્ટ ઓનલાઈન થાય છે. નર્મદા સુગર ફેકટરી ખાતે પહેલા શેરડી પિલાણ બાદ બાયપ્રોડક્ટ તરીકે મોલાસીસ એટલે કે, આલ્કોહોલ ઉત્પન્ન થતું હતું.

જોકે, હવે નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલની ટીમે ઇથેનોલ ડિસ્ટલરી યુનિટ શરૂ કરી રાજ્યમાં આવો પ્રથમ પ્લાન્ટ શરૂ કર્યો છે. જેનો ઉપયોગ અન્ય રાજ્યોમાં દારૂની ફેક્ટરીમાં થતો હતો. હવે આ ઇથેનોલનો ઉપયોગ પેટ્રોલ બનાવવામાં થશે. પેટ્રોલ બનાવવામાં ઉપયોગ થતા હવે પેટ્રોલની પડતર કિંમત ઓછી થશે, ત્યારે નર્મદા સુગર ફેકટરીમાં અનેક પ્રોજેક્ટો થકી ખેડૂતોને પણ શેરડીના ભાવો વધુ અપાતા ફાયદો થઇ રહ્યો છે. જેને કારણે જ આ નર્મદા સુગરને છેલ્લા 20 વર્ષથી સતત એવોર્ડ મળી રહ્યા છે, ત્યારે દિલ્હી ખાતેથી વધુ એક નેશનલ ફેડરેશન એવોર્ડ અર્પણ કરાતા નર્મદા સુગરની સમગ્ર ટીમ આનંદની લાગણી અનુભવી રહી છે.