Connect Gujarat
ગુજરાત

નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે દ્વિદિવસીય જ્યુડિશિયલ કોન્ફરન્સ યોજાઇ

કેવડિયા કોલોની ખાતે આજે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદએ એકતા નગર ખાતે દ્વિદિવસીય નેશનલ કોન્ફરન્સ ઓન મીડિએશન એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજીનો શુભારંભ કરાવ્યો હતો 

નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે દ્વિદિવસીય જ્યુડિશિયલ કોન્ફરન્સ યોજાઇ
X

કેવડિયા કોલોની ખાતે આજે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદએ એકતા નગર ખાતે દ્વિદિવસીય નેશનલ કોન્ફરન્સ ઓન મીડિએશન એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજીનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ભારતના મુખ્ય ન્યાયાધીશ એન. વી રમણ, કેન્દ્રીય કાયદામંત્રી કિરણ રિજુજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા સુપ્રિમ કોર્ટ અને વિવિધ હાઇકોર્ટ જજીસની ઉપસ્થિતમાં શુભારંભ કરાવ્યો હતો 

આ પ્રસંગે સંબોધન કરતા રાષ્ટ્રપતિએ તેમના લીગલ પ્રેક્ટિશનર તરીકેના દિવસોને યાદ કર્યા અને કહ્યું કે તે વર્ષો દરમિયાન, તેમના મન-મસ્તિષ્ક પર છવાયેલા રહેતા અનેક મુદ્દાઓ પૈકી એક 'એક્સેસ ટુ જસ્ટીસ' નો મુદ્દો હતો. 'ન્યાય' શબ્દમાં ઘણું બધું સમાયેલું છે અને આપણા બંધારણની પ્રસ્તાવનામાં તેના પર યોગ્ય રીતે ભાર મૂકવામાં આવ્યો છે. તેમણે દરેક વ્યક્તિ સુધી ન્યાયની પહોંચ કેવી રીતે સુધારી શકાય તે વિષય પર ભાર મુક્યો. તેમણે કોન્ફરન્સ માટેના વિષયો ખૂબ જ કાળજીપૂર્વક પસંદ કર્યા હોવાની વાત કહી હતી. ન્યાયતંત્રમાં વૈકલ્પિક વિવાદ નિરાકરણ (ADR) મિકેનિઝમ અને ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી (ICT) બંને ઘણા કારણોસર મહત્વપૂર્ણ છે.

પરંતુ તેમના માટે તે એટલે મહત્વપૂર્ણ છે કારણ કે તે સિસ્ટમ વધુ કાર્યક્ષમ બનાવવામાં મદદ કરશે અને ન્યાય આપવા માટે વધુ સક્ષમ બનશે, એમ રાષ્ટ્રપતિ જણાવ્યું હતું. રાષ્ટ્રપતિએ કહ્યું કે છેલ્લા બે દાયકા દરમિયાન, તમામ પક્ષકારોએ વિવાદ નિરાકરણ માટે મેડિટેશન એટલે કે મધ્યસ્થીઓ અસરકારક સાધન માન્યું છે અને તેને પ્રોત્સાહન આપ્યું છે. ઘણા કાનૂની વિદ્વાનોએ એવું પણ અવલોકન કર્યું છે કે, નાગરિક અધિકારના સંદર્ભમાં વ્યક્તિઓ વચ્ચે અદાલતોમાં પેન્ડિંગ મોટાભાગના કેસ એવા છે કે તેમને નિર્ણયની જરૂર નથી. આવા કિસ્સાઓમાં પક્ષકારો મધ્યસ્થીઓને માળખાગત હસ્તક્ષેપ દ્વારા તેમના વિવાદનું સમાધાન કરી શકે છે.આ કોન્ફરન્સમાં સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ નાગેશ્વર રાવ, એમ.આર.શાહ, અબ્દુલ નઝિર, વિક્રમ નાથ, બેલાબેન ત્રિવેદી, મહેસુલ અને કાયદા મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી,વિવિધ રાજ્યોની વડી અદાલત ના ચીફ જસ્ટિસ, રજિસ્ટ્રાર, મુખ્ય સચિવ પંકજકુમાર, અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા.

Next Story