કમોસમી વરસાદે સર્જી તારાજી
સૌથી વધુ ખેડૂતોને પહોંચ્યું નુકસાન
ખેતરમાં ઉભા પાકને થયું નુકસાન
કેબિનેટ મંત્રીએ વિસ્તારની લીધી મુલાકાત
મંત્રીએ નુકસાની અંગે કર્યો સર્વે
નવસારી જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદને પગલે ખેતીમાં ભારે નુક્સાનીનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે,ત્યારે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી નરેશ પટેલે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી.
નવસારી જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદના કારણે રાજ્ય સરકાર દ્વારા મંત્રીઓને નુકસાન અંગેની માહિતી મેળવવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી.જેના ભાગરૂપે કેબિનેટ મંત્રી નરેશ પટેલ નવસારી ખાતે પહોંચ્યા હતા, અને અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. મંત્રી નરેશ પટેલ દાંતેજ ગામમાં ખેતરોમાં પહોંચી અને નુકસાની અંગેનો ચિત્તાર મેળવ્યો હતો. અને દાંતેજ ગામના ખેડૂતો સાથે વાતચીતને સમીક્ષા કરી હતી. કેબિનેટ મંત્રી નરેશ પટેલે તમામ પરિસ્થિતિનો સચોટ રિપોર્ટ આપી રાજ્ય સરકારમાં રજૂ કરીને ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવો પ્રયત્ન કર્યો હતો.