નવસારી : ગણદેવીમાં વાદળછાયા વાતાવરણથી ખેડુતોના માથે સંકટના "વાદળો"

નવસારી જિલ્લામાં કેરી પકવતાં ખેડુતોના લલાટે ચિંતાની લકીરો ઉપસી છે અને તેનું કારણ છે વાદળછાયુ વાતાવરણ..

New Update
નવસારી : ગણદેવીમાં વાદળછાયા વાતાવરણથી ખેડુતોના માથે સંકટના "વાદળો"

નવસારી જિલ્લામાં કેરી પકવતાં ખેડુતોના લલાટે ચિંતાની લકીરો ઉપસી છે અને તેનું કારણ છે વાદળછાયુ વાતાવરણ.. ગણદેવી તાલુકામાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ હોવાને કારણે આંબા પર લગતા મોર કાળા પડી જતાં ખેડુતો ચિંતામાં ગરકાવ છે.

ભર ઉનાળે નવસારી જિલ્લામાં વહેલી સવારે વાદળછાયું વાતાવરણ રહે છે અને બપોર બાદ ગરમીનો પારો ૪૦ ડિગ્રીને વટાવી જાય છે. બે પ્રકારના વાતાવરણને લઇને કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.વાદળછાયા વાતાવરણ અને પડી રહેલી અતિશય ગરમીના કારણે આંબા પર આવેલા મોર કાળા પડી જતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

ગણદેવી તાલુકામાં જ્યાં સૌથી વધુ જિલ્લાનું કેરીનું ઉત્પાદન થાય છે ત્યાં પણ આ વખતે કેરીના ઝાડ ઉપર ફ્લાવરિંગ ખરી પડતા કેરીનો પાક ઓછો ઉતરવાની સંભાવના છે. આ વર્ષે ખેડૂતો માની રહ્યા છે કે કેરીના ભાવો તો સારા મળશે પરંતુ બજારમાં આ વખતે કેરીનો પાક ગત વર્ષ કરતાં ચોક્કસપણે ઓછો જોવા મળશે.

Latest Stories