Connect Gujarat
ગુજરાત

નવસારી : જિલ્લાના ખેડૂતો સરકારને અનાજ વેચવા તૈયાર નહી

મીનીમમ સપોર્ટ પ્રાઈઝના ધોરણે કેન્દ્ર સરકારે અનાજની ખરીદી શરૂ કરી છે પરંતુ નવસારી જિલ્લાના ખેડૂતો રાજ્ય સરકારને અનાજ વેચવા માટે તૈયાર નથી.

X

મીનીમમ સપોર્ટ પ્રાઈઝના ધોરણે કેન્દ્ર સરકારે અનાજની ખરીદી શરૂ કરી છે પરંતુ નવસારી જિલ્લાના ખેડૂતો રાજ્ય સરકારને અનાજ વેચવા માટે તૈયાર નથી. જિલ્લાની સહકારી મંડળીઓ સરકાર કરતાં વધુ સારા ભાવો આપતા હોવાના કારણે ખેડૂતો માટે આશીર્વાદરૂપ સમાન સાબિત થઇ રહી છે.

નવસારી જિલ્લામાં ૮૦ હજાર હેકટરથી વધુ જમીનમાં ખરીફ ડાંગરનું વાવેતર થાય છે .ખેડૂતો દર વખતે વર્ષમાં બે વાર ડાંગરનો પાક લેતા હોય છે જેમાં ચોમાસુ ડાંગર પર સૌથી વધુ ખેડૂતો નિર્ધારિત રહે છે ખેડૂતોને સારી આવક મળે એ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે જેમાં મીનીમમ સપોર્ટ પ્રાઇસ પોલીસી દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાની યોજના બનાવી હતી પરંતુ આ યોજના ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થઇ રહી છે.

નિયમોની આંટીગુટીના કારણે ખેડૂતો સરકારને પોતાનો પાક આપતા નથી જેનો ફાયદો સહકારી મંડળીઓ પૌવા ઉદ્યોગ લઈ રહ્યું છે, ગત વર્ષે નવસારી જિલ્લામાં માત્ર 28 ખેડૂતોએ પોતાના ડાંગર સરકારને આપ્યા છે અને જેમાં સરકારે ચાર લાખ જેટલી રકમ ખેડૂતોને ચૂકવી છે આ રકમ સામે સરકારને માત્ર ૩૦૦ મીટર જેટલા જ ડાંગર ની આવક થઇ છે જે જિલ્લામાં સૌથી ઓછી ગણવામાં આવે છે.

રાજ્ય સરકારનો ધ્યેય જો ખેડૂતોની આર્થિક મુશ્કેલી હાલ કરવાનો જ હોય તો તેમણે ડાંગરના ટેકા ના ભાવની ખરીદી મામલે ઉદ્દભવેલા પ્રશ્નો મામલે વહેલી તકે નિરાકરણ લાવવાની જરૂર છે પરંતુ નિયમો અને આખરી શરતોના કારણે ખેડૂતો સરકારને પોતાનો મહામૂલ્ય પાક આપવાને બદલે અન્ય સ્ત્રોત એ આપી સંતોષ માની રહ્યા છે.

Next Story