/connect-gujarat/media/post_banners/95b67723cfff657f37e9e6446b83bdc4372b17a6f6834db5d550e54b6efe1134.jpg)
નવસારી શહેરના ગ્રીડ વિસ્તારમાં ગેસ લાઇનમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, ત્યારે ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગને કાબુમાં લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. મળતી માહિતી અનુસાર, નવસારી શહેરમાં આવેલ ગ્રીડ વિસ્તાર નજીકથી પસાર થતી ગેસ લાઇનમાં વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગના પગલે આસપાસના સ્થાનિકો સહિત રાહદારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આગ લાગવાની વાત વાયુવેગે પ્રસરી જતાં ઘટના સ્થળે લોકોના ટોળાં ભેગા થયા હતા. બનાવની જાણ થતાં જ નવસારી ફાયર બ્રિગેડના લાશ્કરો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઇટરોએ 4 જેટલા ફાયર ટેન્ડર વડે ફોમનો મારો ચલાવી સમગ્ર આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. પરંતુ ગેસ લાઇન લીકેજ થઈ હોવાના કારણે આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.
/connect-gujarat/media/media_files/2025/07/28/mumbai-police-2025-07-28-15-26-02.jpg)