/connect-gujarat/media/member_avatars/2025/04/19/2025-04-19t062118449z-aaaa.jpg )
જૂથ અથડામણથી સર્જાઈ તંગદિલી
પાર્કિંગ મુદ્દે થયો હતો પથ્થરમારો
પોલીસે 300 લોકો સામે ગુન્હો દાખલ કર્યો
કોમ્બિંગ કરીને પોલીસ કરશે આરોપીઓની ધરપકડ
ઘટના સંદર્ભે રેન્જIGની પત્રકાર પરિષદ
નવસારીમાં શનિવારે મોડી રાત્રે શહેરની શાંતિ ડહોળાઈ તેવી ઘટના સર્જાઈ હતી.જેમાં પાર્કિંગ બાબતે જૂથ અથડામણ સર્જાઈ હતી,અને પથ્થરમારો પણ થયો હતો,ઘટનાની જાણ થતા જSP સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો,અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.
નવસારી શહેરમાં આવેલી દરગાહ રોડ પરની પેન્ટર શૈખની ગલીમાં પાર્કિંગ બાબતે બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી,અને જોતજોતામાં મામલો વધુ બિચકતા પથ્થરમારાની ઘટના પણ બની હતી,ઘટના અંગેની જાણ થતાની સાથે જિલ્લા પોલીસ અધિક્ષક સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો,અને શહેરની શાંતિને ભંગ કરનાર 300 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.રાત્રી દરમિયાન બનેલી જૂથ અથડામણની ઘટનામાં રામ ધૂન પણ બોલાવવામાં આવી હતી,અને પોલીસ દ્વારા પરિસ્થિતિ વધુ વણસે ત્યાર પહેલા પોલીસે કાબુ મેળવી લીધો હતો.આ બાબતે સોશિયલ મીડિયામાં કેટલીક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ હતી.
ઘટનાની ગંભીરતાને પારખીને ખુદ રેન્જIG પણ નવસારી ખાતે દોડી આવ્યા હતા,અને પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી.જેમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં તથ્ય વિહીન પોસ્ટ વાયરલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો,રેન્જIG વધુમાં જણાવ્યું હતું કે સાત લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે,ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.જ્યારે ત્રણ હજુ ફરાર હોવાનું તેઓએ જણાવ્યું હતું,વધુમાં આ ઘટનામાં 300 લોકોના ટોળા સામે ગેરકાયદેસર મંડળી રચવાના મુદ્દાને લઈને ગુન્હો નોંધાયો છે અને પોલીસ દ્વારા કોમ્બિંગ કરીને આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.
બાઈટ:
/connect-gujarat/media/media_files/2025/07/20/upi-2025-07-20-22-37-43.jpg)