નવસારી: ટેન્કરમાં ચોરખાનુ બનાવી વિદેશી દારૂની કરાતી હતી હેરાફેરી,પોલીસે 2 આરોપીની કરી ધરપકડ

નવસારી પોલીસે નેશનલ હાઇવે પર ટેન્કરમાં ચોર ખાનુ બનાવી વિદેશી દારૂની થતી હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો

New Update

નવસારી પોલીસે નેશનલ હાઇવે પર ટેન્કરમાં ચોર ખાનુ બનાવી વિદેશી દારૂની થતી હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો અને 2 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

નવસારી પોલીસે આંતરરાજ્ય દારૂ ઘુસાડવાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. હાઇવેના બોરિયા ટોલ નાકા પાસેથી બાતમીના આધારે ટેન્કરને અટકાવી તલાશી લેવામાં આવી હતી જેમાં ટેન્કરના ચોરખાનામાં સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. ગ્રામ્ય પોલીસે 37 લાખના દારૂ સાથે 67 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો તો સાથે 2 આરોપીઓની પણ ધરપકડ કરી હતી.ટેન્કર પંજાબથી અમદાવાદ તરફ જઈ રહેલ ટેન્કરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો