નવસારી: વાંસદા મામલતદાર કચેરીમાં મંથરગતિની કામગીરી સામે સાંસદ ધવલ પટેલે કર્યા જરૂરી સૂચનો

વાંસદા મામલતદાર કચેરી ખાતે ચાલતી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે સાંસદ ધવલ પટેલ ખુદ કચેરીમાં પહોંચ્યા હતા,અને લોકો સાથે વાતચીત કરીને તેમની તકલીફો જાણીને કર્મચારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. 

New Update
Advertisment
  • સાંસદે લીધી મામલતદાર કચેરીની મુલાકાત

  • વાંસદા મામલતદાર કચેરીની મુલાકાતે સાંસદ

  • E-KYC, જરૂરી દાખલ સહિતની કામગીરીનું કર્યું નિરીક્ષણ

  • મંથરગતિએ ચાલતી કામગીરીને વેગ આપવાનો કર્યો પ્રયાસ

  • કચેરીમાં કામગીરી માટે આવતા લોકો સાથે કરી ચર્ચા  

Advertisment

વાંસદા મામલતદાર કચેરી ખાતે ચાલતી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે સાંસદ ધવલ પટેલ ખુદ કચેરીમાં પહોંચ્યા હતા,અને લોકો સાથે વાતચીત કરીને તેમની તકલીફો જાણીને કર્મચારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. 

વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ વાંસદાના મામલતદાર કચેરીની  આકસ્મિક મુલાકાત માટે ગયા હતા,અને તેઓએ E-KYC,જાતિના  દાખલા,આવકના દાખલા માટે વધુ ઓપરેટરો ફાડવી આદિવાસી પ્રજાને રાહત થાય અને લાંબી કતારોથી બચી શકાય તે માટેની સૂચનાઓ આપી હતી.મામલતદાર કચેરીમાં મંથરગતિએ ચાલતી કામગીરી માટે તેમને ફરિયાદ મળી હતી,જેના પગલે તેમણે આકસ્મિક મુલાકાત વાંસદા મામલતદાર કચેરીની લીધી હતી.

આ ઉપરાંત મામલતદાર કચેરીમાં ગંદકી મુદ્દે પણ મામલતદારને તાકીદ કરી હતી.તેમજ મામલતદાર કચેરીમાં આવનાર લોકો માટે પીવાના પાણીની વધુ વ્યવસ્થા સારી કરવા માટે સાંસદના ગ્રાન્ટ માંથી કુલર ફાળવવા માટે પણ તેઓએ જણાવ્યું હતુ.આ તબક્કે સાંસદ ધવલ પટેલે મામલતદાર કચેરીમાં જરૂરી કામ અર્થે આવતા લોકો સાથે પણ વાતચીત કરીને તેમની તકલીફ જાણી હતી,અને વહેલી તકે તેમની સમસ્યાઓનું નિરાકરણ આવે તે માટે કચેરીના કર્મચારીઓને પણ જરૂરી સૂચનાઓ આપી હતી.

 

Latest Stories