/connect-gujarat/media/post_banners/ab874e106f179c9abf457d9966f6cb2933300d6e958d6a9cb1592892e0498213.jpg)
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મિંઢાબારી ગામે એક નવપરિણીત યુવક પોતાના લગ્નની ગિફ્ટ ખોલી રહ્યો હતો. તે સમયે એક ટેડીબેર જેવું ગિફ્ટ ચેક કરવા જતાં અચાનક તેમાં ધડાકો થયો હતો, જેમાં વરરાજા અને તેના ભત્રીજાને ગંભીર ઇજાઓ થવા પામી છે
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મિંઢાબારી ગામનો એક ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં મિંઢાબારી ગામે એક નવપરિણીત યુવક લતેશ ગાવીત પોતાના લગ્નની ગિફ્ટ ખોલી રહ્યો હતો. તે સમયે એક ટેડીબેર જેવું ગિફ્ટ ચેક કરવા જતાં અચાનક તેમાં ધડાકો થયો હતો, જેમાં વરરાજા લતેશ ગાવીત અને તેના ભત્રીજાને ગંભીર ઇજાઓ થવા પામી હતી. બંનેને નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.
બ્લાસ્ટના કારણે ઘાયલ થયેલા વરરાજા લતેશ ગાવીતની બંને આખો ગંભીર રીતે ડેમેજ થઈ હતી .બ્લાસ્ટ બાદ નવસારી જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને એફએસએલની મદદ લઈ બ્લાસ્ટમાં વપરાયેલા સાધનોની તપાસ કરવામાં આવી હતી. આ બ્લાસ્ટ ડિટોનેટરથી કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યકત કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં મોટી બહેનના પૂર્વ પ્રેમી રાજૂ પટેલે ગિફ્ટ મોકલી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ અંગે વાંસદા પોલીસે જાણવા જોગ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
/connect-gujarat/media/media_files/2025/08/22/bb19-2025-08-22-17-16-42.jpg)